Abtak Media Google News

ગ્રેટર રાજકોટ ચેમ્બર,શભિ ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાંચ અને જીએસટી બાર એસો.ના સંયુકત ઉપક્રમે જીએસી કાયદા અંગે વર્કશોપ યોજાયો

જીએસટી કાયદા અંગે વર્કશોપ- સેમીનાર તાજેતરમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર અને  wirc ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજકોટ બ્રાંચ તથા જીએસટી બાર એસો.ના સંયુકત ઉપક્રમે યોજાયો હતો.

આ કાર્યકમના મુખ્ય મહેમાન તરીકે રાજયના જીએસટી કમીશ્નરની પી.ડી વાઘેલા આઇએએસ તથા કેન્દ્રના જીએસટીના એડી. ડાયરેકટર યોગેન્દ્ર ગર્ગ આઇઆરએસ કમીશ્નર રાજકોટ રેન્જ તથા એસ.જી. એસ.ટી.ના રાજકોટ ડીવીઝનના જોઇન્ટ કમીશ્નર ડી.વી.ત્રિવેદી તેમજ ગુજરાતના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રિયમ શાહ તથા સમીર સિઘ્ધપુરીયા એડવોકેટ અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધનસુખભાઇ વોરા દ્વારા જણાવવામાં આવેલ કે રાજકોટ msme સેકટરમાં  મેન્યુફેકચરીંગ હબ છે. અને આ વિસ્તારમાં મોટાભાગે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઓટોમોબાઇલ્સ પાર્ટસ, મશીન ટુલ્સ, હાર્ડવેર આઇટમસ, ઇમીટેશન જવેલરી, કિચનવેર જેવી પ્રોડકટસનું ઉત્પાદન કરવામાં આવે છે આવા નાના ઉઘોગોને જીએસટી કાયદો લાગુ પડતા પહેલા અગાઉના કાયદામાં સેન્ટ્રલ એકસાઇઝની દોઢ કરોડના ટર્નઓવર સુધી મુકિત મર્યાદા રહેલ હતી.

જે હાલમાં મર્યાદા નાબુદ થતા વીસ લાખથી વધારાના ટર્નઓવર પર ૧૮ ટકા જીએસટીના દરનું ભારણ આવતા તેમજ અન્ય કારણોસર હાલમાં આ વિસ્તારના ઉઘોગો મંદીના વાતાવરણમાં માત્ર ૩૦ ટકા ના દરે ઉત્પાદન કરી રહેલ છે. જેથી આ વિસ્તારના કારીગરોમાં બેરોજગારીનું વાતાવરણ સર્જાયેલ છે.

મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છને બદલે ફ્રુટ બાસ્કેટ દ્વારા કરવામાં આવેલ અને આ ફુટ કાર્યક્રમ બાદ કાઠીયાવાડ નિરાશ્રીત આશ્રમના બાળકોને વહેંચી દેવામાં આવેલ.

અતિથિ વિશેષ દિલ્હીથી પધારેલ એડી. ડાયરેકટર જી.એસ.ટી. યોગેન્દ્ર ગર્ગ દ્વારા જણાવવામાં આવેલ કે હાલમાં જુદી જુદી ચીજવસ્તુઓ પરના દર પ ટકા, ૧ર ટકા અને ૧૮ ટકામાં સમાવેશ કરવામાં આવેલ છે. માત્ર મર્યાદીત ચીજવસ્તુઓ ઉપર જ ર૮ ટકાનો જીએસટી દર લાગુ પડી રહેલ છે. તે બાબતે ઉચા દરને ૧૮ ટકાના દરમાં સમાવેશ કરવા સરકરની વિચારણામાં રહેલ છે.

આમ આ કાયદામાં ઘણી સરળતા કરવામાં આવેલ છે. તેમ છતાં દેશના વેપાર ઉઘોગને પડતી મુશ્કેલીઓ અંગે જયારે જયારે રજુઆતો કરવામાં આવે ત્યારે ખુલ્લા મને ચર્ચા કરી આ રજુઆતનો ઉકેલ લાવવા અમો પ્રયત્ન કરી રહેલ છીએ.

અધિકારીઓએ વેપારીઓના પ્રશ્ર્નો સહાનુભુતિ પૂર્વક સાંભળેલ અને મોટાભાગના પ્રશ્ર્નોનું સમાધાન સ્થળ પર જ કરવામાં આવેલ. કેટલાક નીતી વિષયક પ્રશ્ર્નો અંગે જીએસટી કાઉન્સીલ સમક્ષ રજુ કરીને અને સંપૂર્ણ ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય કરવા ખાતરી આપેલ. ત્યારબાદ અમદાવાદથી પધારેલ ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રીયમ શાહ દ્વારા જીએસટી કાયદા હેઠળ ઓડીટની પ્રક્રિયા અંગે લગભગ એક કલાક માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ અને લંચ બાદ અમદાવાદથી પધારેલ એડવોકેટ સમીર સિઘ્ધપુરીયા દ્વારા જીએસટી કાયદા હેઠળ ભરવાનું થતું વાર્ષિક પત્રકની સમજ વિગતવાર પુરી પાડવામાં આવેલ ગ્રેટર ચેમ્બર પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.