Abtak Media Google News

સિકકીમમાં ફળ ઉછેર કેન્દ્ર માટે મહરાજાની જમીન સંપાદનના મામલે સુપ્રીમનો ચૂકાદો

પૂર્ણ વળતર ચૂકવ્યા વગરનું જમીન સંપાદન અધુ છે અને બંધારણીય અધિકારના ભંગ સમાન હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. ઉત્તર સિકકીમમાં ડગબંગ વિસ્તારમાં ફળાઉ રોપા ઉછેર કેન્દ્ર બનાવવા માટે રાજય ખેતીવાડી ખાતાએ ૮.૩૬ એકર જમીન સંપાદન કરી હતી જેમાં ૧.૨૯ એકર જમીન સિકકીમના મહારાજાના નામે અને ૭.૦૭ એકર જમીન મનબહાદૂર બસેન નામે હતી જેમાં બસેનની જમીન સંપાદન મામલે વિવાદ થયો હતો.

Banna For Site

જમીન સંપાદન માટે સરકાર તરફથી કોઈ જાહેરાત પ્રસિધ્ધ કરાઈ ન હતી કે સંપાદનની પ્રક્રિયા વિધિવત કરવામાં આવી ન હોવાનું જણાવી જમીન સંપાદન પ્રક્રિયાને અદાલતમાં પડકારવામાં આવી હતી. જમીન સંપાદન માટે રોકડ નાણા ચૂકવવામાં આવ્યા હતા. અને જે તે સમયની સ્થિતિ જોતા અપૂરતા હોવાનું કોર્ટે ઠરાવ્યું હતુ વળતર ચૂકવવા કલેકટરે કયા ખાતામાંથી નાણા ઉપાડયા તે બતાવવા અંગે તંત્રને જણાવ્યું હતુ તે પૂરવા કરી શકયા નથી વળતર પણ અપૂરતું ચુકવાયુ છે તેમ કોર્ટે ઠરાવ્યું હતુ.

જમીન સંપાદન માટેની પ્રક્રિયા કાયદેસર રીતે કરવામા આવી છે જે પૂરવાર કરવાની જવાબદારી રાજય સરકારની છે. પણ તે પૂરવાર કરી શકી નથી. માત્ર કલેકટરે વળતર પેટે લખેલ ચેક અને તેની સાથેનો પત્ર રજૂ કર્યા સિવાય કંઈ બતાવી શકી નથી તેમ કોર્ટે ઠરાવ્યું હતુ.જમીન સંપાદન પ્રક્રિયા કાયદેસર રીતે થઈ છે તેમ પૂરવાર કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. આથી અરજીકર્તા જમીન માલીક જમીનો કબજો લેવા હકકદાર છે. અને જમીનનાં ગેરકાયદે કબજા તથા તેના ઉપયોગ માટે કલેકટર સામે કાર્યવાહી ક રવા માટે હકકદાર છે. જમીન ધારણા કરવાનો મૂળભૂત અધિકાર ન હોવા છતાં તે ભારતનાં બંધારણ મૂજબ બંધારણીય અધિકાર તો છે જ આથી આવી રીતે કરાયેલું જમીન સંપાદન બંધારણીય અધિકારના ભંગ સમાન ગણાય તેમ સુપ્રીમે ઠરાવ્યું હતુ. ૨૦૦૮ માં સિકકીમ હાઈકોર્ટમાં અપીલ થઈ હતી.અને મે ૨૦૧૯માં વાટાઘાટો થકી સમાધાનના પ્રયાસો થયા હતા તે સફળ નહીં થતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.