Abtak Media Google News

જમીન માપણીની કામગીરી ભાજપના ભ્રષ્ટાચારના પાપે નિષ્ફળ: કોંગ્રેસ

યુપીએ સરકારે જમીન માપણી હેઠળ ખેતી, ગામતળ, કાચાપાકા રસ્તાઓ, ગૌચરો, સરકારી પડતર સહિતની જમીનોનું રેકોર્ડ દાયકાઓ પહેલા ચોકસાઇી બનાવ્યું હતું. પરંતુ હવે ભાજપ સરકારમાં ખાનગી સર્વે કંપનીઓએ કચેરીઓમાં બેસીને બનાવટી રેકોર્ડ ઊભું કરીને જૂના રેડોર્ડ રફેદફે કરી કાઢ્યા છે. જેના પરિણામે ભાઇઓ-ભાઇઓ વચ્ચે અને પાડોશીઓ વચ્ચે કાનૂની વેરઝેર ઊભા યા છે. આવી નવી માપણીને રદ કરીને માપણી કરનાર એજન્સીઓ તા તેમના બિલ મંજૂર કરનાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે,સાત વર્ષ પહેલા જ્યારે જમીનની પુન: માપણી માટે જામનગર સહિત ત્રણ જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ ઇ ત્યારે મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી કે ખાનગી માપણી એજન્સીઓએ કરેલી પુન: માપણીમાં એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતની હદમાં બતાવવું, રસ્તાઓ, મકાનો અદ્રશ્ય કરી દેવા, ગામના નક્શામાં ખેતરનું લોકેશન ફરી જવું જેવી ગંભીર ક્ષતિઓ ઇ હોવાનું જણાવી ભવિષ્યમાં ગામડાઓમાં ભાઇઓ-ભાઇઓ વચ્ચે વેરઝેર ઊભા શે તેવી ચેતવણી આપીને બિન અનુભવી રાજ્ય બહારની એજન્સીઓ પાસેી આવું સંવેદનશીલ કામ પરત લઇ લેવા અને સરકારી સર્વેયરો પાસે સમગ્ર ગુજરાતમાં માપણી કરાવવા માગ કરી હતી. પરંતુ ભાજપની સરકારે ભ્રષ્ટાચારમાં ભાગીદારી કરવાના ઇરાદે સમગ્ર રાજ્યમાં રૂ. ૨૧૦૦ કરોડના ખર્ચે આવી કંપનીઓ પાસે માપણીઓ કરાવીને તેના આધારે નવા લેન્ડ રેકોર્ડ બનાવીને જમીન રેકોર્ડસના પ્રોમ્યુંલગેશન પણ મંજૂર કરી દીધા અને એજન્સીઓને રૂ. ૨૧૦૦ કરોડની ચૂકવણી  પણ કરી દીધી. નવી માપણીના લીધે ખેડૂતોની જમીનમાં મોટે પાયે વધઘટ યેલી છે. એક પણ ખેતર ગામના મૂળ નક્શામાં બેસતું ની. માપણી કરીને હદ-નિશાન નાખવા જાેઇએ તે એક પણ કિસ્સામાં નાખવામાં આવ્યા ની. અક્ષાંશ અને રેખાંશને આધારે માપણી કરવાનો પરિપત્ર હોવા છતાં તેના આધારે માપણી મળતી ની. માપણીમાં પાંચ મીટરી માંડીને ૫૦ મીટર સુધીની ભૂલો છે. સમગ્ર માપણી ૧૦૦ ટકા ક્ષતિયુક્ત છે અને પુન: માપણી કરવી પડે તેમ છે. નવા વિવાદો ઉભા ન ાય તે માટે રદ કરવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.તેમણે જણાવ્યું છે કે,જામનગર જિલ્લા જેવી જ અને તેનાી પણ ગંભીર ક્ષતિઓ રાજ્યના અન્ય જિલ્લામાં યેલી છે. ભૂલ ભરેલી જમીન માપણીના પ્રોમ્યુંલગેશન રાજકીય ઓ ધરાવતા માપણી અધિકારીઓએ એજન્સીઓ સો મીલીભગત કરીને મંજૂર કરી દીધા છે. માપણી એજન્સીઓને રૂ. ૨૧૦૦ કરોડ જેટલું ચૂકવણું પણ કરી દીધું છે.

યુપીએ સરકારના જમીન સુધારણા, જમીન માપણી અને રેકોર્ડઝને ડિજિટલાઇઝેશન કરવાના મહત્વકાંક્ષી કાર્યક્રમને ગુજરાતની ભાજપ સરકારે ભ્રષ્ટાચાર કરીને નિષ્ફળ બનાવીને રાજ્યના નાના-મોટા તમામ જમીન માલિકોને ઝઘડા અને કાનૂની લડાઇની ખપ્પરમાં હોમી દીધા છે. તેી સમગ્ર રિસર્વે રદ કરીને એજન્સીઓ અને અધિકારીઓ સામે ગુનો નોંધવો જોઇએ. રૂ. ૨૧૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાનો-મંત્રીઓ સંડોવાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.