Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાને કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવા કોંગ્રેસ હાઇકમાન્ડ રાજી: ટૂંકમાં સત્તાવાર જાહેરાત

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદનો ચહેરો નક્કી કરવા અને ચૂંટણીની જવાબદારી સોંપવાના મુદ્દે શરૂ યેલી ખેંચતાણમાં કોંગ્રેસ હાઈકમાન્ડે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવી પ્રચારની જવાબદારી સોંપવા લીલીઝંડી આપી દીધી છે. હાઈકમાન્ડે આ ઓફર મૂકીને બાપુના કોટમાં બોલ નાખ્યો છે ત્યારે બાપુ આ ઓફરનો સ્વીકાર કરે છે કે નહીં તેના પર સહુ કોંગીજનોની નજર મંડાઈ છે. બાપુને મનાવી લેવા માટે ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હોવાનું કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અલબત, સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. કોંગ્રેસ હાઈકમાન્ડે ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ચૂંટણી પહેલાં મુખ્યપ્રધાનનો ઉમેદવાર જાહેર ન કરવાની પરંપરા તોડી હતી. જેમાં પંજાબમાં સફળતા મળી અને કેપ્ટન અમરિંદરસિંઘની સરકાર રચાઈ છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રયોગ કરવામાં આવે તેવી શક્યતાને પગલે ગુજરાત કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદની દાવેદારી માટે લોબિંગ ચાલુ ઈ ગયું હતું. જેના ભાગરૂપે ગત દિવસોમાં શંકરસિંહ વાઘેલાના નિવાસસને ધારાસભ્યોને બેઠક મળી અને બાપુને મુખ્યપ્રધાનપદ માટે આગળ કરવાની માગણી પણ કરવામાં આવી હતી. જો કે, આ માગને કારણે કોંગ્રેસમાં આંતરિક ઉલપાલ ઈ અને કહેવાય છે કે, પ્રદેશના એક નેતાએ પ્રભારી સમક્ષ બાપુને કેમ્પેઈન કમિટીની જવાબદારી સોંપવા સંમતિ આપી પરંતુ મુખ્યપ્રધાનપદના દાવેદાર જાહેર કરવા અંગે નનૈયો ભણી દીધો હતો. બાપુને કોંગ્રેસના ચહેરા તરીકે આગળ કરવા કે નહીં તે મુદ્દે કોંગ્રેસમાં તડાં સર્જાતા મામલો ગુંચવાયો હતો અને આખરે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદભાઈ પટેલને મધ્યસ્ી કરવાની ફરજ પડી હતી.

આ દરમિયાન વિપક્ષી નેતા વાઘેલાને ચૂંટણી પ્રચાર સમિતિની જવાબદારી સોંપીને બાપુને મનાવી લેવાના હાઈકમાન્ડ સંમત યું હોવાનું જણાવતા કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રો કહે છે કે, બાપુને મનાવવાના આ પ્રયાસ સફળ શે કે કેમ? તે આવનારો સમય કહેશે. કારણ કે, બાપુને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવે તો પણ તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચવા માટે જે સત્તા માગી છે તે મળી જતી ની. બીજીતરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દેડિયાપાડાની સફળ સભા બાદ કોંગ્રેસમાં ટૂંક સમયમાં સંગઠનની મહત્વની નિમણૂકો કરવામાં આવશે ત્યારે કોને કઈ જવાબદારી સોંપવામાં આવે છે તે પણ જોવી અતિ રસપ્રદ બની રહેશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે બપોરે ૧ કલાકે રાજ્યપાલ ઓ.પી.કોહલીને સાંપ્રત મુદ્દાઓ-સમસ્યા અંગે આવેદન પત્ર સુપરત કરશે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપના ૧૫૦ બેઠકના દાવા સામે ૧૦૮ બેઠકનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આવતી ૧લી મેનો દિવસ ગુજરાતમાં પરિવર્તનનો હશે અને ગુજરાતીઓની કાયાકલ્પ શે. ચૂંટણી અંગેના સવાલમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૮ બેઠક મેળવીને ભાજપને ૧૦૮(એમ્બ્યુલન્સ)માં લઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.