લેશચાંપ એક્સકરશન: પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વિનાશકારી પડખા ફેર

થોડા વર્ષો પહેલા ન્યુઝીલેન્ડના ઉત્તરીય ટાપુમાં મજૂરો પાવર પ્લાન્ટ માટે ખોદકામ કરી રહ્યા હતા આ પ્રક્રિયામાં તેમણે ૬૦ ટનનું વજન ધરાવતી એક ડાળખી મળી આ ડાળખી કોઈ સામાન્ય નહીં પરંતુ ૪૨૦૦૦ હજાર વર્ષ પહેલા ઉગેલા કૌરી વૃક્ષની હતી

૪૨૦૦૦ વર્ષ પહેલાની ધ્રુવીય પરિવર્તનની ઘટના પાષાણ યુગના માનવીના વિનાશનું કારણ ગણવામાં આવે છે

આજથી લગભગ ૪૨૦૦૦ વર્ષ પહેલાની વાત છે. પાષાણ યુગ ના માનવીઓ એ એક વિચિત્ર ઘટના જોઈ. વાતાવરણ ની એક એવી દશા જે તેમના અસ્તિત્વ ને ખતમ કરી નાખવા કૂચ કરી રહી હતી. પૃથ્વી એ પોતાના પેટાળ માં રહેલ ચુંબક ની દિશા બદલી હતી. આ દિશાફેર દરમ્યાન પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર એકદમ નબળું પડી ગયું. પૃથ્વી પર રહેલા જીવ ના અસ્તિત્વ ને ટકાવી રાખવા આ ચુંબકીય ક્ષેત્ર અનિવાર્ય છે. તેના આવી રીતે નબળા પડી જવાથી વાતાવરણ માં ધરખમ ફેરફાર આવ્યો. અવકાશ માથી સતત પૃથ્વી ની અંદર પ્રવેશવા મતા કોસ્મિક કિરણો હવે આ ચુંબકીય ક્ષેત્ર રૂપી ઢાલ થી મુક્ત હતા. આપણે સૌ જાણીએ જ છીએ કે પૃથ્વી પર ના સજીવ રેડિયેશનયુક્ત વાતાવરણ માં જીવી શકે નહીં. પૃથ્વી ના ભૂચુંબક ની દિશા બદલતા સમયે મોટા પ્રમાણ માં કોસ્મિક કિરણો ને પૃથ્વી ની અંદર પ્રવેશ મળ્યો. પરિણામે પાષાણ યુગ ના માનવીઓ નું અસ્તિત્વ જોખમ માં મુકાયું. તાજેતર માં યેલ અભ્યાસ મુજબ ૪૨૦૦૦ વર્ષ પહેલા ની આ ઘટના પાષાણ યુગ ના માનવી ના વિનાશ નું કારણ ગણવા માં આવે છે.

નાનપણ માં આપણે ચુંબકીય સોય એટલે કે કંપસ વિશે ભણ્યા છીએ. ચુંબકીય સોય સામાન્ય અવસ માં હમેશા આપમેળે ઉત્તર – દક્ષિણ દિશા માં ગોઠવાઈ જાય છે. શું તમે એનું કારણ જાણો છો? શાળા ના અભ્યાસક્રમ માં એ જણાવ્યુ જ હશે કે પૃથ્વી ના પેટાળ માં એક ચુંબક આવેલું છે. અવકાશ માંથી આવતા રેડિયેશન થી આ જ ક્ષેત્ર પૃથ્વી ને બચાવે છે. વીસમાન ધ્રુવો એક બીજા ને આકર્ષે છે. આ જ કારણે ચુંબકીય સોય એટલે કે કંપસ આપમેળે જ પૃથ્વી ના ચુંબકીય ક્ષેત્ર સાથે આકર્ષાઈ ને ઉત્તર દક્ષિણ દિશા માં ગોઠવાઈ જાય છે. અહી એ નોંધવું જરૂરી છે કે પૃથ્વી નો ઉત્તર ખૂણો એ તેના ચુંબકીય ક્ષેત્ર નો દક્ષિણ ભાગ છે. આ જ રીતે વીસમાન ધ્રુવો વચ્ચે નું આકર્ષણ સાબિત થાય છે.

આ પૃથ્વી નું ભૂચુંબકીય ક્ષેત્ર જ છે જે સૂર્ય માંથી આવતા સૌર પવનથી આપણને રક્ષણ આપે છે. સૂર્ય ના બાહ્ય પડ માથી જે ચાર્જડ પાર્ટીક્લ્સ આખા સૌરમંડળ માં ફેલાય છે, તે કણો પૃથ્વી ની અંદર નહિવત માત્ર માં પ્રવેશી શકે છે. આ કારણે પૃથ્વી માં જીવન ટકી શક્યું છે. ઉપર જણાવ્યુ તેમ કોસ્મિક કિરણો પણ સજીવો નું જીવન જોખમ માં મૂકી શકે છે. આ ભૂચુંબકીય ક્ષેત્ર જ છે જે પૃથ્વી ને આ અવકાશીય કિરણોથી રક્ષણ આપે છે. પરંતુ આ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે?

પૃથ્વી ના આ ચુંબકીય ક્ષેત્ર ને સમજાવવા ઘણા પ્રયોગો અને શોધખોળો થયેલા છે. એક કારણ એવું કહેવાય છે કે પૃથ્વી ના પાતાળ માં રહેલા પીગળેલ ધાતુઓ આ ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર છે. ધાતુઓ ની સતત ગતિ તેમના માં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. પેટાળ માં ઉત્પન્ન તો આ વિદ્યુત પ્રવાહ તેમની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ રીતે પૃથ્વી પોતાનું ભૂચુંબકીય ક્ષેત્ર મેળવે છે. પૃથ્વી ના આ ક્ષેત્ર ના લીધે સંખ્યાબંધ ઘટનાઓ અને રહસ્યો સામે આવ્યા છે. તેનું એક રસપ્રદ ઉદાહરણ છે નોર્ધન લાઇટ્સ.

કાદવ તળે દબાયેલ રહસ્ય

ન્યુઝીલેન્ડ ના ર્નો આઇલેંડ ના વિસ્તાર માં એક વિશાળ તોતિંગ વૃક્ષ જોવા મળે છે. પ્રયોગો પરથી એવું સાબિત થયું છે કે આ વૃક્ષો હજારો વર્ષ સુધી પોતાના મૂળિયાં ફેલાવી ને ટકી શકે છે. તેમની આસપાસ રહેલા કાદવ ના ઊંડાણ માં આ હજારો વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે.

થોડા વર્ષો પહેલા ન્યુઝીલેન્ડ ના ઉત્તરીય ટાપુ માં મજૂરો પાવર પ્લાન્ટ માટે ખોદકામ કરી રહ્યા હતા. આ પ્રક્રિયા માં તેમણે ૬૦ ટન નું વજન ધરાવતી એક ડાળખી મળી. આ ડાળખી કોઈ સામાન્ય નહીં પરંતુ ૪૨૦૦૦ હજાર વર્ષ પહેલા ઉગેલા કૌરી વૃક્ષ ની હતી. આ ડાળખી ૧૭૦૦ વર્ષથી ત્યાં રહેલા કાદવ ના ઊંડાણ માં સચવાયેલી હતી. સંશોધનકરતાં માટે આ એક ખૂબ જ મહત્વ ની વાત હતી કારણ કે આ કૌરી વૃક્ષ ની એક ડાળ એ તેમને ૪૨૦૦૦ વર્ષ પહેલા થયેલા પૃથ્વી ના ચુંબકીય ધ્રુવ ના દિશા ફેર વિશે માહિતી આપી હતી. પણ કેવી રીતે?

પૃથ્વી ના ચુંબકીય ક્ષેત્રની વાતાવરણ પણ અસર

પૃથ્વી પર રહેલા કોઈ પણ પદાર્થ ની ઉંમર જાણવા માટે રેડિયોએક્ટિવ કાર્બન નો ઉપયોગ થાય છે. દરેક પદાર્થ પોતાનામા એક રેડિયોકાર્બન લેવલ ધરાવે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રેડિયોકાર્બન લેવલ માં વધઘટ પ્રેરિત કરી શકે છે. ન્યુઝીલેન્ડ માં મળેલ કૌરી વૃક્ષ ના અવશેષ આ જ રેડિયોએક્ટિવ કાર્બન ની મદદથી આજથી ૪૨૦૦૦ વર્ષ પહેલા ના ચુંબકીય ક્ષેત્ર નું અનુમાન લગાવી શકે છે! જો તે સમયે પૃથ્વી ના ચુંબકીય ધ્રુવ ની દિશા બદલી હોય તો આ કૌરી વૃક્ષ ના અવશેષ ના રેડીયેશન લેવલ માં પણ ફેર પડ્યો હોય. જે ખૂબ જ સ્પષ્ટ રીતે આ ઘટના સમજાવી શકે છે.

પૃથ્વી ના પેટાળ માં રહેલ પીગળેલ ધાતુઓ સતત ગતિ કરી રહ્યા છે. આ ધાતુઓ ની ગતિ જ અંતે પૃથ્વી ને ચુંબકીય ક્ષેત્ર પ્રદાન કરે છે. આ પ્રવાહ ની ગતિ માં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર પણ તેનો ભોગ બને છે. આ કારણે જ તેના ધ્રુવો ના દિશા ફેર ની ઘટના બને છે. આજથી ૪૨૦૦૦ વર્ષ પહેલા બનેલી આ જ નોંધપાત્ર ઘટના પાષાણયુગ ના માનવો ના અંત માટે જવાબદાર બની હતી.

અત્યાર સુધી પાષાણયુગ ના જીવો ના નાશ પાછળ કોઈ કુદરતી આફત ને જવાબદાર ગણવા માં આવી હતી. તાજેતર માં આવેલ અહેવાલ એ આ ઘટના પાછળ નું એક તર્કબદ્ધ કારણ પીરસ્યું છે. પૃથ્વી ના ચુંબકીય ક્ષેત્ર ની તીવ્રતા જો નોંધપાત્ર રીતે ઘટી જાય તો વાતાવરણ માં રહેલ ઓઝોન સ્તર નબળું પડી જાય. આ સો સૂર્ય તા અવકાશ માંથી આવતા વિકિરણો પણ કોઈ આવરણ વિના પૃથ્વી માં પ્રવેશી શકે. આ કારણે સમગ્ર પૃથ્વી ગંભીર રેડીએશન થી અસરગ્રસ્ત થઈ શકે. મનુષ્યો આ રેડીએશન ને સહન કરી શકતા નથી. પરિણામસ્વરૂપ વિશ્વ માં વિનાશ આવ્યો. હજારો વર્ષ પહેલાની એ પાષાણયુગ વસ્તી વિનાશ પામી.

જોગાનુજોગ પૃથ્વી ના ચુંબકીય ક્ષેત્ર ના ધ્રુવીય દિશાફેર ની ઘટના સાથે પાષાણયુગ ના માનવો એ ગુફાઓમાં રહેવાનું શરૂ કર્યું. કારણ? સૂર્ય ના આ વધતાં જતાં તીક્ષ્ણ કિરણોથી બચવા. યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા માં આવેલ પાષાણ યુગ જેટલી જૂની ગુફાઓ માં આ જ માનવો ના હાથ ની લાલ છાપ મળી હતી. આ નિશાન લગભગ ૪૦૦૦૦ વર્ષ જૂના છે. જે ત્યાર ના માનવો ના ગુફાઓ માં આશરા લેવાની શરૂઆત સૂચવે છે.

પૃથ્વી ના ચુંબકીય ધ્રુવ નું દિશા પરીવર્તન એ કોઈ એટલી નવીન ઘટના નથી. આ ઘટના પૃથ્વી ના ઉદ્ભવ બાદ ફક્ત એક વખત થઈ હોય તેવું પણ નથી. દર ૧૦૦૦ વર્ષે આ ઘટના ઈ શકે છે. પરંતુ આજી ૪૨૦૦૦ વર્ષ પહેલા બનેલ આ ધ્રુવીય પરીવર્તન ખૂબ વિનાશકરક નિવડ્યું હતું. આજે પણ પૃથ્વી ના ચુંબકીય ધ્રુવો સતત પોતાની દિશા બદલી રહ્યા છે. જો સંશોધનકરતાંઓ નું માનીએ તો ભવિષ્ય નું આ ધ્રુવીય પરીવર્તન ખૂબ જ વિનાશકરક હશે!