Abtak Media Google News
  • મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટમાં રૂ.705.42 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહુર્ત

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટમાં રૂ. 339.61 કરોડના સાત પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને અમૃત મમશન હેઠળ રૂ. 291.49 કરોડના 22 મિકાસ કામોનાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

જેમાં સ્માર્પ મર્સી મિશન હેઠળ રૂ. 136  કરોડનાં ખર્ચે નિમિત અટલ સરોવરનું લોકાર્પણ કરાયું હતું.  લોકાર્પણ બાદ  1-મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસના ગૌરવવંતા દિવસથી રાજકોટ વાસીઓને હરવાફરવાના આ નવા નજરાણાનો લાભ મળતો થશે.

અટલ સરોવરમાં ગાર્ડન, સ્પેશીયલ ચિલ્ડ્રન ગાર્ડન, ફેરિસ વ્હીલ   બોટિર્ગં, ર્ટોયટ્રેઇન, વોકવે, સાઇકલ ટ્રેક, પાકીંગ એરિયા, બે એમ્ફીથીયેટર, એન્ટ્ટ્રન્ટ્સ પ્લાઝા, લેન્ટ્ડસ્કેપિર્ગં, પાર્ર્ટી પ્લોટર્ની સુવિધાઓ આપવામાં આવી છે.

સ્વાદ અને મનોરંજનનાં શોખીન રાજકોટવાસીઓ ર્મો બે(2) ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, ફ્લેગ માસ્ર્, લાઈર એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ તથા અટલ લેઇક વિસ્તારમાં ગ્રામહાટ માર્ટે કુલ-42 દુકાનોનું નિર્માણ કરવામાં આવે છે.

ે સ્માર્ટ ર્સીટી મિશન હેઠળ રૂ.17.50 કરોડનાં ખર્ચે રૈયાધાર સ્માર્ટ ર્સીટી ખાતે નિર્માણ પામેલ 8 એમએલડી ક્ષમતાના ટ્રર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ્ર્માં શુદ્ધ થનાર પાણીથી અટલ સરોવર ભરી શકાશે. અટલ સરોવર બારેમાસ ભરેલું રહેશે.

શહેરના વિકાસ માટે અમૃત મિશન હેઠળ રાજકોટ જીલ્લાના નવા વિકસતા વિસ્તારોને પાણીની સુવિધા મળતા તેનો વધુ વિકાસ થશે.

અમૃત મિશન હેઠળ રાજકોટ મહાનગરર્પાલિકા દ્વારા કુલ રૂ.90.41 કરોડના ખર્ચે જેટર્કો ર્ચોકડી ખાતેના 50 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્ર્, પાઇપલાઇન  અને પમ્પિંગ સ્ટેશનના કુલ ચાર પ્રોજેક્ટર્ના લોકાર્પણ થવાથી આશરે કુલ 4.5 લાખ જેટલા લોકોને પીવાના પાણીની સુવિધાથી આવરી લઇ શકશે.

રાજકોટ શહેરી વિકાસ રૂડા વિસ્તારમાં કુલ 48 ગામોમાંથી રર ગામોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિવિધ હેડ વર્કસ એટલે કે પાણી સંગ્રહ અને પુરવઠાના કામો સાથે કુલ 87 કી.મી. પાઇપલાઇન નેટવર્ક બીછાવવામાં આવ્યું છે.

ગૌરીદડ ગામમાં રપ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાંધવામાં આવ્યો છે. તેનાથી અંદાજે 1.50 લાખ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.

લોકાર્પણ સાથે અમૃત મિશન હેઠળ રૂ. 291.49 કરોડના રર વિકાસ કામો ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.

અમૃત 2.0 સ્કીમ હેઠળ રૈયાધાર ખાતે ર3 એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘંટેશ્ર્વર ખાતે 1પ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ પાઇપલાઇન નેટવર્ક, હાઉસ કનેકશન ચેમ્બર વગેરેના કુલ 17 વિકાસ કામો કરવામાં આવશે.

તો પીવાના પાણી માટેઆ ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક, અને બે વોટર સપ્લાય હેડ વર્કસ સહીત કુલ રૂ. 98.13 કરોડના પાંચ પ્રોજેકટસનો પ્રારંભ થશે આ પ્રોજેકટ પૂર્ણ થતાં આશરે અઢી લાખ લોકોને ફાયદો થશે.

શહેરમાં સરળ પરિવહન માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ રસ્તાઓ પર ઓવર બ્રીજ અને અન્ડર બ્રીજ બનાવવામાં આવેલ છે અને ભવિષ્યની જરુરીયાતને ઘ્યાને રાખી નવા બ્રીજ માટે પણ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે.

જેને ઘ્યાને લઇને જામનગર રોડ પર હૈયાત ર લેન સાંઢીયા પુલને વધુ પહોળો કરીને રૂ. 74.32 કરોડના ખર્ચે નવો ફોરલેન ફલાય ઓવર બ્રીજ બનાવવાના પ્રોજેકટનું ખાતમુહુર્ત થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોકુલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસ યોજનામાં ખાલી પડેલા આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ સ્માર્ટ ઘર – 4 બી (પૂ. રવિશંકર મહારાજ ટાઉનશીપ) યોજનાના 193 આવાસોનો ડ્રો થવાથી સાગર નગર અને બેટ દ્વારકા સ્લમના લાર્ભાીઓને ઘરનું ઘર મળશે.

સાંઢીયા પુલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત 74.32 કરોડના ખર્ચ ફોરલેન બ્રિજ બનશે

મુખ્યમંત્રીના હસ્તે આજે સીજેએમએમએસ વીવાય યોજના હેઠળ રૂ.74.32 કરોડના સાંઢીયા પુલ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

શહેરમાં સરળ પરિવહન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રસ્તાઓ પર ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ છે અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી નવા બ્રિજ માટે પણ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. જામનગર રોડ પર હૈયાત-2 લેન સાંઢિયા પુલને ડિસ્મેન્ટલ કરીને રૂ.74.32 કરોડના ખર્ચે નવો ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે.

બ્રિજની વિગતો પર નજર કરવામાં આવે તો 16.40મી પહોળાઇનો ફોર લેન ફ્લાયઓવર બ્રિજ બનશે. જેમાં બ્રિજની કુલ લંબાઇ 602.00 રનિંગ મીટર, સ્પાનની સંખ્યા- 10 ડ 2 =20, સેન્ટ્રલ સ્પાન-1 કુલ મળી 21 સ્પાન, સેન્ટ્રલ સ્પાનની લંબાઇ-36.00 રનિંગ મીટર, સ્ટ્રોમ વોટરનાં નિકાલ માટે 2- આર.સી.સી.બોક્સ કલવર્ટની વ્યવસ્થા અને આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત 168 રનિંગ મીટરની રહેશે. બે વર્ષે બ્રિજ તૈયાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.