Abtak Media Google News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન: રસોઈથી માંડી પીરસવા સુધીનું કાર્ય કરશે રોબોટ

અબતક-રાજકોટ

અમદાવાદ સાયન્સ સીટીમાં રોબોટ ગેલેરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવેલા રોબોટ કાફે મુલાકાતીઓ માટે અદ્ભુત અનુભવ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના આવિષ્કારનું પસંદગીનું સ્થળ બની ગયું છે

Screenshot 6 30

આ કાફે દેશમાં એક પ્રથમ એવું કાફે છે જેમાં રોબોટ કાફે લેવા આવે છે, રસોઈ બનાવે છે, વિવિધ જમવાની ચીજો પીરસવા સહિતના તમામ કાર્યો કરે છે. આ ઐતિહાસિક રોબોટ કાફેનો રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ કાફેમાં મુલાકાતીઓ એ ટચ સ્ક્રીનનો ઉપયોગ કરીને પોતાની બેઠક પસંદ કરવાની સવલતથી લઇ પોતાની મનપસંદ બેઠકોમાં સંખ્યાની વધુ કરવાની સવલત પણ આપવામાં આવી છે.

એક વખત ઓર્ડર અને બેઠકોની પસંદગી કર્યા બાદ રોબોટ્સ દ્વારા ખુલ્લા રસોડામાં ભોજન તૈયાર કરવામાં આવે છે અને જમવા આવનારને પોતાના મનપસંદ ઓર્ડર મુજબ રોબોટ્સ વેઈટર દ્વારા પીરસવામાં આવે છે. અમદાવાદના રોબોટ કાફે 40 લોકોની ક્ષમતા ધરાવે છે.

Screenshot 7 25

આ કાફેમાં ચાર રોબોટ્સ વેઈટર ચા અને નાસ્તો પીરસે છે તે અહીં પ્રથમ રોબોટ કાફે છે જ્યાં તમામ કાર્યો દ્વારા કરવામાં આવે છે.

રોબોટ વેટર ટેબલના એક નંબર દ્વારા ઓર્ડરની ડિલીવરી માટે યોગ્ય ટેબલની ઓળખ કરીને તેમાં પોતાની ઓર્ડરની વસ્તુઓ પહોંચાડે છે.

બાળકો ખાસ અચંબાથી આ બધું જોઈ લે જોઈ રહે છે. જ્યારે એક સફેદ માનવ કદનો રોબોટ તેમના ટેબલ પાસે આવે છે અને વસ્તુઓ પીરસે છે.

ત્યારે બાળકો તો આભા જ બની જાય છે.

રોબોટ કાફે 127 કરોડના ખર્ચે બનેલી અને અગિયાર સો ચોરસ મીટરમાં ફેલાયેલી રોબોટિક ગેલેરી અતિઆધુનિક રોબોટિક ટેકનોલોજી ના પ્રદર્શનના કારણે ઘણાં મુલાકાતીઓને આકર્ષી રહી છે રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ કામે લગાડેલ છે. આ રોબોટ મુલાકાતીઓને આવકારવા થી લઇ ગેલેરીની વિવિધ માહિતી આપીને માર્ગદર્શન કામ પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.