Abtak Media Google News

રૂ. 1.85 લાખની કિંમતનો 1.850 કિલો માદક પદાર્થ અને કાર સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ કબ્જે

અબતક, રાજકોટ

શહેરના 1પ0 ફુટ રીંગ રોડ નજીક શીતલ પાર્ક રોડ પાસે કારમાંથી ગાંજો નીકળતા બન્ને શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. માદક પદાર્થ અને કાર સહીત રૂ. 3.18 લાખના મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે.આ અંગે પોલીસમાંથી મળતી  વિગત મુજબ શહેરમાં વેલેન્ટાઇન ડેના દિવસે બે શખ્સોને ગાંજાના જથ્થા સાથે પકડી પાડયા હતા પોલીસના સઘન પેટ્રોલીંગ દરમિયાન સ્પે. ઓપરેશન ગ્રુપની ટીમ ગાંધીગ્રામ વિસ્તારના શીતલ પાર્ક રોડપર ટ્રાફીક ટોઇંગ સ્ટેશન પાસે વાહન ચેકીંગ કરી રહી હતી.

ત્યારે અહીંથી સુરત પાસિંગની કાર પસાર થતા તેને અટકાવી હતી. કારમાં બેઠેલા બે શખ્સની પુછપરછ કરતા એક ગંજીવાડા-ર4 માં રહેતો અજય બચુ વાડોદરા અને બીજો બેડીપરા શ્રમજીવી સોસાયટી-4 માં રહેતો હિતેશ કનક જાઁબુકિયા હોવાનું જણાવ્યું હતું. જયારે કારની તલાસી લેતા અંદરથી એક થેલો મળી આવ્યો જેમાં તપાસ કરતા નશીલા દ્રવ્ય જેવું જોવા મળતા એફ.એસ.ેએલ પાસે ખરાઇ કરાવતા તે ગાંજો હોવાનું અને રૂ. 18,500 ની કિંમતનો 1.850 કિ.ગ્રામ ગાંજો હોવાનું જાણવા મળતા બન્ને શખ્સોની પુછપરછ કરતા તેઓ શીતલ પાર્ક થઇ હનુમાન મઢી તરફ ગાંજો લઇને ડીલીવરી કરવા નીકળ્યા હતા. ફોન ના ડીલીવરી કરવાના સ્થળની માહીતી મળવાની હોવાની કબુલાત આપી છે. એસ.ઓ.જી. એ. ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધી ગાંજો, કાર મળી કુલ રૂ. 3.18 લાખનો મુદામાલ સોપ્યો છે.

પોલીસ તપાસમાં મુળ જસદણ પંથકનો અજય અગાઉ રાજકોટ મનપામાં કોન્ટ્રાકટમૉ: સફાઇ કામદાર તરીકે કામ કરતો હતો કામે ન જતો હોઇ તેથી કાઢી મુકેલ હતો. જયારે હિતેશ અગાઉ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. ગાંજો કયાથી લીધો અને કયા આપવાની જેવી વિગતો બહાર લાવવા ગાંધીગ્રામ પોલીસે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.