Abtak Media Google News

કલેઇમ બારનો સ્નેહલિમન  કાર્યક્રમ યોજાયો: પ્રમુખ અજય જોષી અને તેમની ટીમ દ્વારા કરાયેલા આયોજનથી જસ્ટીસ અભિભૂત થયા

કલેઇમ કેસોમાં પ0 વર્ષથી પ્રેકટીસ કરનાર એડવોકેટ ભારતીબેન ઓઝાનું જસ્ટીસ પારડીવાલાએ સન્માન

રાજકોટ એમએસીપી બાર દ્વારા ભવ્ય સ્નેહમિલન  કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને જેમાં હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલાનું અભુતપૂર્વ સ્વાગત કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં એમએસીપી બારના પ્રમુખ અજય જોષી દ્વારા જસ્ટીસ જે.બી.પારડીવાલા મોમેન્ટો આપી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ અને એવું પણ જણાવવામાં આવેલ કે, એકસીડન્ટના કલેઇમ કેસોમાં હાઇકોર્ટ દ્વારા ત્વરીત કેસો ચલાવવાનો નિર્ણય લેવાનું જે સમયાંતરે કહેવામાં આવે છે તેનાથી કલેઇમ પ્રેકટીસ કરતા સીનીયર તથા જુનીયર એડવોકેટોનું હિત જળવાઇ છે અને તેનાથી સમાજના અસંખ્ય અરજદારોને પણ ખુબ જ લાભ થતો હોય છે. અને તેવા પ્રકારના પગલાઓ હંમેશા આવકારદાયક હોય છે અને જેના માનમાં પ્રમુખ અજય કે. જોષી અને તેની સમગ્ર ટીમ દ્વારા હાઇકોર્ટના જસ્ટીસ જે.બી.પારડીવાલા તથા રાજકોટ જીલ્લાના મુખ્ય પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ઉત્કર્ષ ટી. દેસાઇનો પણ આભાર માન્યો અને સન્માન કર્યું હતું.

1650961331526

વધુમાં જસ્ટીસ જે.ડી.પારડીવાલાએ પોતાના વકતવ્યમાં એવું પણ જણાવેલ છે કે એમએસીપી બારનો ધુરા જયારે અજયભાઇ કે. જોષી જેવા યુવાન લોકોના હાથમાં છે ત્યારે વકીલોના હીતની પ્રવૃતિઓ થવી સ્વાભાવિક છે આજે હું મારી જાતને ધનયતા અનુભવું છું કે હું જયારે રાજકોટ આવ્યો ત્યારે ગરીબ હતો પરંતુ આટલા સુંદર મજાના કાર્યક્રમનું ભાથું મારા સ્મૃતિ પર લઇ અને ભારતીબેન ઓઝા જેવા વરિષ્ઠ એડવોકેટના આશિર્વાદથી હું ખુબ જ અમીર થયો છું. જે મને હંમેશા યાદ રહેશે.

તદઉપરાંત આ કાર્યક્રમમાં લોક અદાલતમાં ઝડપી કેસોનાં નિકાલ માટે કુલ 14 એડવોકેટ મિત્રોનું સન્માન કરવામાં આવેલ અને આ સન્માનમાં જસ્ટીસ જે.ડી.પારડીવાલા, યુ.ટી.દેસાઇ, ડી.કે.દવે, પ્રશાંત જૈન દ્વારા કરવામાં આવેલ છે. જસ્ટીસ પારડીવાલાએ પોતાના વ્યકતવ્યમાં જણાવેલ કે વકીલોએ કયારેય પોતાના સિધ્ધાંતો સાથે બાંધછોડ ન કરવી જોઇએ કારણ કે વકીલો, જયુડીશરી સોશ્યલ ડોકટર છે.

1650961331465

આ કાર્યક્રમને સફળ બનાવવા એમએસીપી બાના પ્રમુખ અજય કે. જોષી, ઉપપ્રમુખ એ.યુ.બાદી તથા સેક્રેટરી વિશાલ ગોસાઇ તથા જોઇન્ટ સેક્રેટરી આર.પી.ડોરી તથા ટ્રેઝર ભાવેશ મકવાણા તથા કારોબારી સભ્યો મૌલિક જોષી, પ્રતિક વ્યાસ, અજય સહેદાણી, કરણ ગઢવી, સંજય નાયક, હેમત પરમાર, જયોતિબેન શુકલાનાઓ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ કે જેમાં સમગ્ર જીલ્લાના ન્યાયમૂર્તિ કાર્યક્રમની શોભા વધારે તેવું આયોજન એમ.એસ.પી. બાર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વરિષ્ઠ વકિલોનું સન્માન કરવાનો જયારે વારો આવ્યો ત્યારે રાજકોટ બારના ખુબ જ વરિષ્ઠ એડવોકેટ ભારતીબેન ઓઝાનું સન્માન કરવાનો જયારે સમય આવ્યો ત્યારે જસ્ટીસ જે.બી.પારડીવાલા એ ખુબ જ સૌમ્યતા દાખવી અને પોતે એવું કહ્યું કે, આટલા સીનીયર એડવોકેટનું સન્માન મારે તેમના સ્થાન પર જઇને કરવું જોઇએ અને ત્યારબાદ જસ્ટીસ પારડીવાલા સ્ટેજ પરથી ઉતરી અને ભારતીબેન ઓઝાને સન્માનવા માટે તેમના બેઠક સ્થાન પર ગયેલા.\

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.