વિશ્ર્વકલ્યાણની ભાવના સાથે આયોજીત લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના આયોજકોને આપ્યા આશિર્વાદ માન્યો ધન્યવાદ

મા કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટય સ્થાન, તિર્થસ્થાન અને શકિતસ્થાન સમાન ઊંઝા ખાતે વિશ્ર્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આયોજીત ધર્મસભામાં પઘારેલા ૧૦૦૮ મહામંડલેશ્ર્વર સ્વામી ડો.ઉમાકાન્તનંદજી સરસ્વતિજી મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું,ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને કુંભ મેળા સમાન ગળાવી મહામંજલેશ્ર્વર સ્વામી ડો.ઉમાકાન્તા નંદજીએ આયોજકોને આર્શીવાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.

7537d2f3 14

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ ખાતે ધર્મસભામાં પધારેલા ૧૦૦૮ મહામંજલેશ્ર્વર સ્વામી ઉમાકાન્તાનંદ સરસ્વતિજી મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું .ત્યારબાદ તેમને ધર્મસભા પર લઈ જવામાં આવ્યા હતા.જયાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રઘ્ધાળુઓને સંબોધન કરતા જણાવ્યું હતું.કે આજના આધુનિક યુગમાં મોબાઈલ,વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકનો દુર ઉપયોગ થઈ રહ્યો છે જે સમય બરબાદ કરે છે.જેમાં વ્યકિત વિકાસ માટેની ચિંતા કરવાનો સમય મળતો નથી.તેના બદલે પ્રાર્થના,ઉપાસના અને આરાધના કરીને ભગવાન સમીપ પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.