Abtak Media Google News

7008 દારૂના પાઉચ મળી પાંચ લાખનો દારૂ પકડયો : કુલ રૂ.12 લાખનો મુદામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ

જામજોધપુરના પરવાડા  ગામની સીમમાંથી મેટાડોરમાંથી વિદેશી  દારૂના  7008 પાઉચ  મળી કુલ રૂ.12 લાખના મુદામાલ સાથે બે શખ્સોને જામનગર એલ.સી.બી.ની ટીમે ઝડપી   લીધા છે.

જામજોધપુર વિસ્તારમાં જામનગર એલ.સી.બી.ની ટીમ  પેટ્રોલીંગમાં હતી દરમિયાન   તેઓને બાતમી મળી હતી કે  જુનાગઢ તરફથી જી.જે.12 એકસ  8778 નંબરનું ટાટા  407 નંબરનું મેટાડોર પરવડા ગામ તરફ આવી રહ્યું છે. જેમાં વિદેશી દારૂના  જથ્થો હોવાની બાતમી મળી હતી.

બાતમીનાં આધારે  જામનગર એલ.સી.બી.ની ટીમ પરવાડા ગામની સીમમાં      વોચમાં ગોઠવાઈ ગઈ હતી.  જેવું માહિતી  મળેલુ વાહન ત્યાંથી પસાર થતા તેને અટકાવી તલાશી લેતા તેમાાથી વિદેશી દારૂના  7008 પાઉચ મળી આવતા પોલીસ વાહન અને  શરાબ મળી રૂ.12 લાખના મુદામાલ સાથે જૂનાગઢના મુબારક ગુલામભાઈ સંધી અને કુતિયાણાના મેરામ બુધાભાઈ ને ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.