Abtak Media Google News
  • ધોરાજી: પોકસોના ગુનામાં બે વર્ષની સજા ફટકારાઈ
  • સ્કુલે જતી વિદ્યાર્થીનીનો પિછો કરી મિત્રત્રા માટે દબાણ  કરી છેડતી કરતો હતો

ધોરાજીના  જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને ભોગ બનનાર વિદ્યાર્થીની ની પાછળ પાછળ જઈ અને તેમને ફ્રેન્ડશીપ કરવા માટે દબાણ કરવા અંગે છેડતી કરવા બાબત ના કેસમાં ચુકાદો આપી અને આરોપીને તકસીરવાન માનેલ છે અને ફટકારેલ છે બે વર્ષ ની સજા ફરમાવેલ છે. તથા રૂપિયા 10,000 દંડ ફટકારેલ છે.

બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર ના પિતાએ એવી ફરિયાદ આપેલી કે તેમની દીકરી આદર્શ સ્કૂલમાં અભ્યાસ માટે જતી હોય ત્યારે  જીતેન્દ્રભાઈ નથુભાઈ ચૌહાણ્  પાછળ પાછળ જઈ અને મિત્રતા કરવા માટે દબાણ કરતો અને અવારનવાર હેરાન કરતો આ બાબતે કંટાળી જઈ અને ભોગ બનનારે પોતાના માતા-પિતાને વાત કરેલી જેને લઈને ભોગ બનનાર ના પિતાએ પોલીસને ફરિયાદ આપેલી હતી. પોલીસ તરફથી ફરિયાદ નોંધ અને તપાસ કરવામાં આવેલી અને આ તપાસના અંતે કે બી સાંખલા પીએસઆઇ એ ચાર્જશીટ કરેલું હતું ટ્રાયલ ચાલી જતા ભોગ બનનારની જુબાની તથા જન્મ તારીખના આધારો અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મ પારેખની  જણાવવામાં આવેલ કે પારેવા જેવી દીકરીઓ શાળાએ મુક્ત મને જઈ શકે ભણી શકે અને અભ્યાસ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું તે સમાજની જવાબદારી છે.

આ કિસ્સામાં તે પુરવાર થયો છે અને આરોપીએ આ ગુનો વારંવાર આચરેલો છે તેથી ભારેમાં ભારે સજા કરવી જોઈએ. સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને ્બે વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ ફરમાવેલ.  પબ્લિક પ્રોસેબ્યુટર કાર્તિકેયમાં પારેખના અત્યાર સુધીના સજાના ચુકાદાઓમાં ફૂલ 100 લોકોથી વધારે ને સજા કરાવવાનો એક વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.