Abtak Media Google News

લગ્નસરાની મૌસમ ખીલતાની સાથે જ ટી આમો, બાટા, બોમ્બે સ્ટાઇલ સહિતના શોરૂમમાં ગ્રાહકોની ભીડ જામી

લગ્ન જીવનએ શુભ શરુઆત માનવામાં આવે છે. ત્યારે આ મંગળ અવસર હોય તો માત્ર વરવધુ જ નહીં પરંતુ કુટુંબીજનો પણ તેટલા જ આનંદીત હોય છે. ત્યારે લગ્નસરાની સીઝન ચાલુ થઇ ગઇ છે. ત્યારે સ્થાનીક બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. લોકો અવનવી ડિઝાઇનના કપડા, ચપ્પલની ખરીદી કરી રહ્યા છે. સાથે જ પાર્લરોમાં પણ વેડીંગ સીઝનને ઘ્યાનમાં રાખીને અગાઉથી બુકીંગ થઇ ગયા છે. પાર્ટી પ્લોટપણ અલગ થીમ સાથે એડવાન્સમાં બુક થઇ ગયા છે.

હાલ થ્રીડી મેકઅપનો ટ્રેન્ડ, બ્રાન્ડેડ મેકઅપમાં સાઇડ ઇફેક્ટનો ડર નથી: નિરવ જાદવ

Vlcsnap 2019 11 22 13H47M12S45 E1574426602490

બોમ્બે સ્ટાઇલ સલૂનના નિરવ જાદવએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રાઇડલ પેકેઝીસ એક મહીના પહેલાથી જ શરુ કરી હોય છે. રૂા ૧૦,૦૦૦ થી લઇ એક લાખ સુધીના પેકેઝીસ હોય છે. તેમના જણાવ્યા મુજબ HD Airbrush અને 3D નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને કલાઇટના ડિસીઝન પ્રમાણે તેઓ Make up  કરી આપતા કરી આપતા હોય છે. હેરસ્ટાઇલમાં મેસી બુકનો ટ્રેન્ડ ચાલી રહયો છે. Make up  શરુઆત ડ્રાય સ્કીન અને ઓઇલી સ્કીનનું પ્રાઇમર લગાવવામાં આવે છે. ત્યારબાદ આઇ શેડો કરવામાં આવે છે ત્યારબાદ બેઇઝ, લીકવીડ ફાઉન્ડેશન, હાઇલાઇટર, લગાવવામાં આવે છે. તેમના મત મુજબ મેકઅપ કરતી વખતે કેર કરવાની ખાસ જરુર છે. મેકઅપના આઇડ ઇફેકટ પણ હોય છે. પરંતુ સારો બ્ર્રાન્ડેડ મેકઅપ કરવામાં આવે તો સાઇડ ઇફેકટ થતા નથી. બધા સલુન વાળા જો પ્રોપર અને સારી કંપનીનો મેકઅપ જેમ કે મેક, હુડા, ક્રાઇલોન અન બધા યુઝ કરે અને સ્ક્રીન પ્રમાણે મેકઅપ વાપરે તો સાઇડ ઇફેકટ થતાં નથી. ફંકશન પુરુ થઇ ગયા બાદ જયારે મેકઅપ રિમુવ કરવાનો હોય ત્યારે મેકઅપ રિમુવ કરવા માટે સારી પ્રોડકટ વાપરવી જોઇએ. જેથી સાઇટ ઇફેકટ ન થાય. ઓકેશન પ્રમાણે મેકઅપ કરવો ખાસ જરુરી છે. જેમ કે, થાઇડ, કો બ્રાઇડ હોય તો તેઓએ થીમ અને ફંકશનને અનુરુપ મેકઅપ કરવો જોઇએ તેવી તેમની સલાહ છે. બ્રાઇડ ના બુકીંગ તેમના સલુનમાં ફુલ થઇ ગયા છે. ડીસેમ્બર સુધીનું બ્રાઇડલ બુકીંગ થઇ ગયું છે. બ્રાઇડને તૈયાર કરવામાં બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે. કસ્ટરની ચોઇસ પ્રમાણે તેમને સલાહ આપવામાં આવે છે. અને એક મહીના અગાઉથી તેમની પ્રો-ટ્રીટમેન્ટ  શરુ કરી દેવામાં આવે છે. હેર અને સ્કીનની  પ્રી-ટ્રીટમેન્ટ કે જેમાં પુરા બોડીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કેશીયલના સીટીંગ, પિલીંગ, સ્પા વગેરે માટે અગાઉથી તૈયારી શરુ કરી દેવામાં આવે છે. બોમ્બે સ્ટાઇલ પાર્લરએ રાજકોટના અમીન માર્ગ પર સ્થિત છે. રાજકોટમાં ૨૦૧૭ માં પહેલા મેકઅપ અને હેરસ્ટાઇલના વિજેતા છે. તેમજ તેમણે જણાવ્યા મુજબ તેઓએ નામી-અનામી અનેક સેલીબ્રીટીઓના હેર સ્ટાઇલ મેકઅપ કર્યા છે. બોમ્બે સ્ટાઇલ પાર્લરમાં બ્રાઇડને અલગ કોન્સુેપ્ટથી તૈયાર કરવામાં આવે છે. બોમ્બે સ્ટાઇલ પાર્લરના માલીક નિરવ જાદવએ અબતક મીડીયા સાથેની વાતચીતમાં એ પણ જણાવ્યું હતું કે તેમના પાર્લરમાં લગ્નસરાની સીઝનમાં બ્રાઇડ અને સાઇડના એડવાન્સ બુકીંગ થઇ ગયા છે અને ખાસ વાણંદ સમાજની બહેનોને ફ્રીમાં પાર્લર કોર્સ તેઓ કરાવે છે.

ગ્રાહકોની ચોઇસને ધ્યાનમાં રાખી થાય છે બાટાનું મેન્યુફેક્ચર: જસરાજભાઇ પરમાર

Vlcsnap 2019 11 22 13H30M45S205

બાટા સ્ટોર ક્રિસ્ટલ મોલ રાજકોટના સ્ટોર મેનેજર જસરાજભાઇ પરમારએ અબતક મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લગ્ન સીઝનને લઇને તેમની પાસે વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. વેડીંગ સીઝનને ઘ્યાનમાં લઇને તેમની પાસે પાર્ટી વેર, લોફર સ્ટાઇલ, લાઇટ કલેકશન વગેરે તેમની પાસે આવેલેબલ છે. શુટ, શેરવાની સાથે પહેરી શકાય તેવા યુનિટ કલેકશન તેમના સ્ટોલમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. લેડીસ અને જેન્ટસ બન્નેમાં વિશાળ રેન્જ તેમની પાસે છે. તેમના જણાવ્યા અનુસાર બાટા કંપનીએ એવું કલેકશન બનાવ્યું છે કે જે લોકો ફકત મેરેજ ફંકશન માં જ નહીં પરંતુ મેરેજ ફંકશન સિવાય પણ તે લોકો નોર્મલ ફંકશનમાં પણ સરળતાથી પહેરી શકે. લોકોના મનમાં બ્રાન્ડ એટલે મોંધી વસ્તુ એવો ભાવ હોય છે ત્યારે તેઓ જણાવે ે કે બાટાતો ફેમીલી બ્રાન્ડ છે. બાટા વિશે કસ્ટમર કહી નહી શકે બાટાની વસ્તુ મોંધી છે. બાટા વર્લ્ડ કલાસ બ્રાન્ડ છે અને નોર્મલ પ્રાઇઝની અંદર બાટા વધુ પડતું વેચાણ કરે છે. બીજી કંપની કરતા ઓછી કિંમતમાં બાટા વેચાણ કરે છે. બાટાએ વર્લ્ડને ઘ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જેમ કે, ગુજરાતમાં લાઇટ બ્રાઉન કલર વધારે ચાલે છે. તો તે મુજબ ગ્રાહકોની ચોઇસ અને વેચાણને ઘ્યાનમાં રાખીને મેન્યુફેકચર કરવામાં આવે છે. કોઇપણ પ્રદેશના કલ્ચર અને ગ્રાહકની પસંદગીને ઘ્યાનમાં રાખીને બાટા કંપની તે વસ્તુનુ ઉત્પાદન કરતી હોય છે. રિસેપ્શન માટે વધુ પડતા લોકો પાર્ટી શુઝ પહેરતા હોય છે. ટ્રેડીશ્નલ કપડા જેમ કે, શેરવાની, જોધપુરી, કોલાપુરી આ બધામાં વધુ સેન્ડલ ચાલે છે. તો ગ્રાહકોની પસંદગીને ઘ્યાનમાં રાખીને મેન્યુફેકચર કરવામાં આવે છે.

સાઇડ કટ, ક્રોસ કટ જેવી સ્ટાઇલનું અમારે ત્યાં મોટું કલેક્શન: ભરતભાઇ દક્ષિણી

Vlcsnap 2019 11 22 13H19M37S149

ટી-એમોમાં એથેનીકના ભરતભાઇ દક્ષીણીએ અબતક સાથે જણાવ્યું  સાથેની વાતચીતમાં હતું કે તેમને વેડીંગ કલેકશન અને આઉટ ફીટના બીઝનેસને ઓછામાં ઓછા દસ વર્ષ થયા છે. તેમના ટી-આમાં એથેનીક નિર્મલા રોડ રોડ પર ત્રણ વર્ષથી સ્થિત છે. અને લોકોમાં એક આગવી ઓળખ ધરાવે છે. લગ્ન સીઝનને લઇ વરવધુ બન્ને માટે તેમજ અન્ય લેડીસ અને જેન્ટસના આઉટફીટ ભાડે આપે છે. જેન્ટસ માટે શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, શુટ પઠાણી થ્રી પીસ વગેરે ભાડે આપવામાં આવે છે. તેમજ રાજકોટમાં યુનિટ કોનસેટ આઉટ ફીટમાં જોવા મળે છે. લગ્ન સીઝનની થીમ કે મેચીંગ કરવું હોય અથવા તો કપલ પેઇર કરવી હોય તો તેમના આઉટ ફીટ પણ અવેલેબલ છે. આ ઉપરાંત આઉટફીટ પર પહેરવા માટેના  સાફા તેમજ શેરવાની પર પહેરવા માટેની સોલ, માળા, બોટમ આ બધુ ગ્રાહકની પસંદગી પ્રમાણેનું તેમજ મેચીંગ તેમની પાસે અવેલેબલ છે. હાલના નવા ટ્રેન્ડમાં સાઇડ કટ, ફ્રોસ કટ વગેરે તેમના ટી-આમો એથેનીકમાં જોવા મળે છે. તેમના જણાવ્યા અનુસાર વધુ પડતી ગોલ્ડન અને ઓફ વાઇટ કલરની શેરવાની ચાલે છે. ગ્રાહકોને હાલના ટ્રેન્ડ પ્રમાણે મેચીંગ કરવું વધુ ગમે છે. ત્યારે તેમના ટી-આમો એથેનીકમાં દરેક પેર્ટન અને કલરના મેચીંગ ઉપલબ્ધ છે. લગ્નસરાની સીઝનને લઇ લેડીઝ માટે ફ્રોપ ટોપ, વન પીસ, ગ્રાઉન, ચોલી, ચોલી પીસ, ટુ પીસ, થ્રી પીસ આ બધુ જ તેમની પાસે અવેલેબલ છે. આ સાથે જ લેડીસના દાગીના અને સોલની પણ વિશાળ રેન્જ તેમની પાસે ઉપલબ્ધ છે. દરેક ફંકશનને અનુરુપ યુનીક આઉટફીટ  તેમની પાસે જોવા મળે છે. દાંડીયા રાસ, રીસેપ્શન, મેરેજ વગેરે દરેક ફંડકશનને અનુરુપ આઉટફીટની વિશાળ રેન્જ તેમના ટી-આમો એથેનીકમાં જોવા મળે છે. વરરાજાની મેરેજમાં એન્ટ્રીથી માંડીને તમામ ફંકશન માટે યુનિટ અને ડીઝાઇનર કલેકશન તેમની પાસે ઉપલબ્ધ છે. એક વરરાજા માટે પાંચ આઉટ ફીટ ટી-આમો એથેનીકમાં અવેલેબલ છે. દાંડીયા રાસ, રિસેપ્શન, મેરેજમાં એન્ટ્રી, મેરેજ, મંડપ વિધિ, પીઠી દરેક પ્રસંગને લગતા આઉટફીટની વિશાળ રેન્જ તેમની પાસે ઉપલબ્ધ છે.

નૂતન કોમ્યુનિટી હોલમાં તમામ સુવિધા ઉપલબ્ધ: જસવંતભાઇ દવે

Vlcsnap 2019 11 22 13H30M14S145 1

અબતક મીડીયા સાથેની વાતચીતમાં નૂતનનગર કોમ્યુનિટી હોલના મેનેજર જસવંતભાઈ દવેએ જણાવ્યું હતુ કે તેમના હોલમાં સિટિંગ કેપેસીટી સાડા ત્રણ સો લોકોની છે. જમણવારમા પાંચસોથી સાડા પાંચસો લોકો શાંતિથી જમી શકે તેવી વ્યવસ્થા છે મેરેજ હોલ, ડાઈનીંગ, કીચન, બે રૂમ જે સેન્ટ્રલ એરકંડીશનથી સજજ છે. તેમજ ઉપર છ રૂમ અને કોન્ફરન્સ હોલની પણ સુવિધા ઉપલબ્ધ છે. મોટા ભાગના લોકો લગ્ન પ્રસંગ, એકઝીબીશન અને પ્રાર્થના સભા માયે હોલ બુકીંગ કરાવે છે. પાર્કીંગની સુવિધા પણ તેમના હોલમાં ઉપલબ્ધ છે. લોકો શાંતિથી પાર્કિંગ કરી શકે. તેવી સુંદર વ્યવસ્થા છે. લગ્ન પ્રસંગમાં ઉતારા માટે આઠ રૂમ અને કોન્ફરન્સ હોલ પણ જરૂર પડયે વાપરવામાં આવે છે. મંડપ, કેટરીંગ વગેરેનું ઓનલાઈન સંપર્ક કરી આપે છે. આમ તો ૨૪ કલાક સિકયુરીટી કરવામાં આવે છે. પરંતુ જયારે ફંકશન હોય ત્યારે વધારે સિકયુરીટી રાખવામા આવે છે. તેના માટેનો કોન્ટ્રાકટ આપેલો છે. તેમજ સફાઈ માટે પણ જાળવણી વધુ હોય છે. જો રૂમ સહિત હોલ બુકીંગ કરવાનું હોય તો નેવું થી બાણુ હજાર જેવું ભાડુ થાય છે અને જો મેરેજ હોલ અને ડાઈનીંગ બેજ હોય તો ૭૧ હજાર જેટલુ લગ્ન સરાની સીઝનનું ભાડુ થાય છે. જેમાં ટેકસ, ખુરશી, જનરેટર, સિકયુરીટી પાણી બધી જ સગવડતા આટલા બજેટમાં આવી જાય છે. તેમનું બુકીંગ ઓનલાઈન મુકેલું છે. જે લોકો લગ્ન પ્રસંગ કર્યો હોય હોલમાં તે લોકોને સંતોષ મળે તો તેઓ દ્વારા બીજા લોકો પણ જોડાય છે. આથી તેઓ સંતોષ થાય તેનું પૂરતુ ધ્યાન રાખે છે. તેમના માનવા પ્રમાણે રાજકોટમાં સૌથી વધુ હોલના બુકીંગ તેમના હોલમાં થાય છે. તો આ તેમની સફળતા ગણે છે.

દરરોજ ૧૨ થી ૧૪ ગ્લાસ પાણી ત્વચા નિખારે છે: ડો. આશા માત્રાવાડીયા

Vlcsnap 2019 11 22 13H23M47S115

અબતક મિડિયા સાથેની વાતચીતમાં સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડો. આશા માત્રાવાડીયાએ જણાવ્યું હતુ કે સ્ક્રીનએ સૌથી મોટુ ઓર્ગેનથી આથી તેને નકારી શકાય નહી જમવામાં ફેરફાર અંદરના ફેરફાર, અંદરનાં રોગો , સ્ટ્રેશને કારણે ફેરફાર થાય તો તેની સીધી અસર આપણી ત્વચાને અસર થાય છે. તો બેઝીક કેરમાં સૌથી પહેલા સ્ક્રીનનો ટાઈપ કર્યો છે. ઓઈલી સ્ક્રીન, નોર્મલ સ્ક્રીન કે ડ્રાય સ્ક્રીન છે તે જાણવું જરૂરી છે. ત્યારબાદ સ્ક્રીનને આધારીત ફેસવોશ કરવું જોઈએ, ડ્રાય સ્ક્રીન હોય તો માઈલ્ડ ફેસવોશ વાપરવું જોઈએ. ફેસવોશ કર્યા બાદ મોઈસ્ચ્યુરાઈઝર સિલેકટ કરવું જોઈએ. ત્યારબાદ જો તમારી આઉટડોર એકટીવીટી વધારે હોય તો સનસ્ક્રીન લોસન અડધા કલાક પહેલા લગાવીને જવું જોઈએ ફેસવોશ, કલિન્ઝર, ટોનર, મોઈસ્ચ્યુરાઈઝર, ડે ક્રીમ અને નાઈટ ક્રીમ આ બેઝીક કેર કરવી જોઈએ. તેમના જણાવ્યા અનુસાર લોકો ફાસ્ટ ફૂડ, જંક ફૂટડ વગેરે ખાય છે. અને હાઈડ્રેશન મેઈન્ટેઈન કરતા નથી હરમોનલ ઈમ્બેલેન્સ પણ વધતા જાય છે. જેના કારણે એકનેનું પ્રમાણ વધી જાય છે. જો એકને શરૂઆતના ટીન એજ ગ્રુપમાં હોય તો માઈલ્ડ ફેશવોશ, એન્ટી એકને ક્રીમ, રીટીનોઈક એસીડ વાળા ક્રીમ લગાવી અને એકને મેઈન્ટેઈન કરી શકાય છે. ફૂડ હેબીટ પણ બદલવી જરૂરી છે. પાણી ૧૨ થી ૧૪ ગ્લાસ પીવું જોઈએ. પ્રોપર કેર કરવાથી એકને અટકાવી શકાય છે.

પરંતુ જો ગ્રેડ ૨,૩,૪ સુધી જાય તો એન્ટી એકને ટ્રીટમેન્ટ ડરમેટોલોજીસ્ટના ગાઈડન્સના અંડરમાં લેવી જરૂરી છે. એન્ટીબેકટેરીયલ ટેબલેટ શરૂઆતમાં આપવામાં આવે છે. ત્યારબાદ આઈસોટ્રેટીનોઈન નામની દવા, વિટામીન એ. ડેરીવેટીયસ જે વજન પ્રમાણે ચારથી છ મહિનાનો કોર્ષ કરવો જરૂરી છે. તેમના સુચના અનુસાર આ કોર્ષ કરવાથી બલેમીસીસ, પિગ્મેન્ટેશન અટકાવી શકાય છે અને ખાસ તેમનું સુચન છે કે ફૂટ હેબીટસ, લાઈફ સ્ટાઈલ મોડીફીકેશન ખૂબજ જરૂરી બની રહે છે. જો તમે આ ટ્રીટમેન્ટ કરાવવામાં મોડુ કરો તો તેના માટે તમારે દવા ઉપરાંત કેમીકલ પીલીંગ, માઈક્રો ડરમાશ્રેશન અને જો વધારે પડતા

સ્કાર હોય તો એડવાન્સ ટ્રીટમેન્ટ સીઓ-૨ લેસર વગેરે ટ્રીટમેન્ટ કરવાથી નુકશાન અટકાવી શકાય છે. ડોકટર આશા માત્રાવડીયાના જણાવ્યા અનુસાર આ બધી ટ્રીટમેન્ટનાં મેજર સાઈડ ઈફેકટસ થતા નથી જેમકે, જો તમે આઈસોટ્રેટીનાઈન ટેબલેટનો ઉપયોગ કરો તો તમારા હોઠ ડ્રાય થઈ જાય છે. આવા મોઈનોર સાઈડ ઈફેકટ થાય છે. પરંતુ કોઈ મેજર કે પરમેનેન્ટ સાઈડ ઈફેકટ થતા નથી જો સમય અનુસાર ડોકટરની સલાહ લેવામાં આવે તો તેનો ખર્ચ ઓછો થાય છે તેમના જણાવ્યા અનુસાર રોજીંદી જીંદગીમાં તમે પાર્લર કે ફૂડના જે ખર્ચ થાય છે તે ખર્ચમાં જ તમારી ટ્રીટમેન્ટ થઈ જાય છે. એક ગ્રેડ કરતા વધારે જો સમસ્યા હોય વધારે હેરફોલ થતા હોય, હોર્મન ઈમ્બેલેન્સ હોય તો તેનો ખર્ચ વધી જાય છે. સમય જતો રહે ત્યારબાદ ટ્રીટમેન્ટ કરાવો તો તે અવશ્ય ખર્ચ વધુ આવે છે. લગ્નસરાની સીઝનને લઈને બ્રાઈડને ગ્રુપ માટે ડોકટર આશા માત્રાવડીયા ન્યુટ્રીશન પર વધારે ધ્યાન આપે છે. વીટામીન બી.૧૨, આર્યન લેવલ, કેલશિયમ લેવલ આ બધુ ઘટી ગયું હોય તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવશો તો પણ ગ્લો નહી આવે એટલે મોટા ભાગનાં ફેમેઈલમાં આર્યન લેવલની ખામી વધુ જોવા મળે છે. જો આ પ્રકારની ખામી નિવારવા માટે ડાયેટમાં ફુડ, લીલા શાકભાજી, બીટ, ગાજર, પાલક, ખજૂર આ બધુ નિયમિત પણે લગ્ન પહેલા શ- કરી દે તો આ ડાયેટથી પણ ગ્લો આવે છે. સાથે જ સ્ક્રીન ડ્રાય કે ઓઈલી તેને ધ્યાનમાં રાખીને લેસર પીલ, પીલગ આ બધુ અવેલેબલ છે.તેનાથી પણ ગ્લો આવી શકે છે. ખાવા પર પરેજી રાખવા માટેની પણ તેમણે સલાહ આપી છે કે હાઈડ્રેશન મેઈનટેઈન કરવું જોઈએ ૧૨થી ૧૮ ગ્લાસ પાણી કે જયુશ લેવું જોઈએ આ ઉપરાંત જંક ફૂડ ઓછુ લેવું જોઈએ ચીઝ, બટર, ચોકલેટ, આઈસ્ક્રીમ આ બધાની સીધી અસર હોરમન પર થાય છે. દિવસમાં ત્રણથી ચાર ફ્રૂટ જો શકય હોય તો લેવા જ જોઈએ.

છથી સાત કલાકનો આરામ પણ જરૂરી છે. તેમણે વાળ વિશે પણ સલાહ આપી કે વાળ પ્રત્યે લોકો વધુ જાગૃત છે. કારણ કે વાળ એક આભુષણ છે માટે તેના માટે જાગૃતતા જરૂરી છે. સામાન્ય રીતે વાળ ખરતા હોય કે વાળમાં ડેન્ડરફ હોય તો આવી સમસ્યા લોકોને વધુ પડતી હોય છે. ટાલ, ઉંદરી પડી જવી મેઈલમાં ટાલ કે ફીમેઈલમાં મેનોપોઝ આસપાસ ટાલ પડવી, ક્રિમોથેરાપી કે કોઈ ટ્રીટમેન્ટ પછી હેરફોલ થાય તો તેના માટે લોકો આવતા હોય છે. સામાન્ય હેરફોલ થતા હોય તો વાળને પ્રોટીન, મિનરલ અને વિટામીનના બનેલા હોય છે. વાળને પૂરતું પ્રોટીન ન મળે તો હેરફોલ થાય છે. સિઝન પ્રમાણે થોડા ઘણા વાળ ખરે તો તે કોઈ ચિંતાનો વિષય નથી તે થોડા સમયમાં ઉગી જાય છે. પરંતુ તેનાથી વધારે હેરફોલ થાય પથારીમાં કે માથુ ધોતી વખતે હેરફોલ થઈ જાય તો તેની ડોકટર પાસે તપાસકરાવવી જરૂરી છે. જેવી રીતે આપણે સ્ક્રીનને કલીન કરીએ છીએ તેવી જ રીતે હેરને પણ કલીન કરવા જરૂરી છે. આપણે સ્ક્રીનને કલીન કરીએ તો સ્ક્રીનના વાળ ખરી નથી જતા તો કલીન કરવાથી વાળ ખરી જશે એ માન્યતા ખોટી છે. હેરને પ્રોપર મસાજ કરી કલીન કરવું જરૂરી છે. તો જ ડર્સ્ટ અને પોલ્યુશન નીકળી શકે છે. શેમ્પુનું સિલેકશન પણ ખાસ જરૂરી છે સાબુથી વાળ ન ધોવા જોઈએ તેવી તેમની સલાહ છે. અઠવાડીયામાં ઓછામાં ઓછા બે વખત વાળ ધોવા જોઈએ જે લોકોને આઉટ ડોર કામ વધારે હોય તેમને ૩ થી ૪ વખત માઈલ્ડ શેમ્પુ વાપરવું જોઈએ. શેમ્પુ કર્યા પછી કંડીશનર લગાવવું ખાસ જરૂરી છે. જીનેટીક ઈસ્યુ મેઈલમાં પાત્રીસ કે ચાલીસ વર્ષે જોવા મળતી હવે વીસ કેપચીસ વર્ષે જોવા મળે છે. કારણ કે દોડાદોડી વાળી લાઈફ સ્ટાઈલ, ફ્રુડ હેબીટ, ઈરેગ્યુલર સ્લીપ હેબીટ આ બધાના કારણે જીનેટીક ઈસ્યુ નાની ઉંમરમાં થાય છે. જીનેટીક ઈસ્યુને જળમૂળમાંથી નાબુદ કરવું અધરૂ છે. પરંતુ તેને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તેને પ્રીવેન્ટ કરી શકાય છે. જે લોકોને કાયમી ફિલ્ડ વર્ક હોય તેમને તેલ રેગ્યુલર નાખવાની જરૂર નથી. ઘરે હોય વિક એન્ડમાં ત્યારે રાત્રે તેલ નાખવું કે સવારે એક કલાક તેલ મસાજ કરો પછી તમે કલાક પછી વોશ કરી શકો. ઉંદરી બાળકોમાંઅને મોટા લોકો બંનેમાં જોવા મળે છે. ઉંદરી અચાનક જ ડેવલપ થાય છે. પાર્લરમાં અચાનક જ તે લોકો કહેતા હોય છે કે અહીયાથી તમારા બધા વાળ નાબુદ થઈ ગયા છે. ઉંદરીએ કુદરતી ફેરફાર છે. તેનું નિવારણ અધરૂ છે. સાથે જ થાઈરોઈડ ડિસ્ઓર્ડર પણ ઉંદરી વાળા દર્દીમાં જોવા મળે છે તો તેની તપાસ કરવી પણ જરૂરી છે. અનવોન્ટેડ હેર રિમુવલ માટે એડવાન્સ ટ્રીટમેન્ટ જરૂરી છે. તો તેમાં લેસર મશીન કયા પ્રકારનું છે તે ચેક કરીને લેસર હેર રિમુવલ કરાવવું જોઈએ. ડોકટર આશા માત્રાવડીયા આલ્માના ડાયોડ લેસરથી ટ્રીટમેન્ટ કરે છે. જેનું રિઝલ્ટ સારૂ છે. હોરમોનલ ઈમ્બેલેન્સ હોય તો ધાર્યા સમયમાં તેનું રિઝલ્ટ ન આવી શકે. બ્રાઈડ અને ગુમને પ્રોપર પોટીન, ફ્રૂટ, રેગ્યુલર હેર વોશ વગેરેની ત્રણ ચાર મહિના અગાઉથી કાળજી રાખવી જોઈએ તેવી તેમની સલાહ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.