Abtak Media Google News

આઈટીઆઈના ઈન્સ્ટ્રકટરો માટે આંતરરાષ્ટ્રીય સંસના સહયોગી દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાની તાલીમ અપાઈ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન અને  શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૯ની વિવિધ રમતોની સ્પર્ધાઓ તા. ૨૭ થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે.

જેમાં લોઅર એબિલિટી વિભાગ ૨ અને ૪ તા. ૨૭-૧૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે, હાયર એબિલિટી (વિભાગ ૧ અને ૩) તા. ૨૮- ૧૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે, શ્રવણમંદ ક્ષતિ ધરાવતા ખેલાડીઓ માટે તા. ૨૯-૧૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે, અંધજન ખેલાડીઓ માટે તા. ૨૯-૧૧ ના રોજ સવારે ૯:૦૦ કલાકે તેમજ શારીરિક અને અસ્થિ વિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે તા. ૩૦-૧૧ના રોજ સવારે સવારે ૯:૦૦ કલાકે શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવન, એથ્લેટિક ગ્રાઉન્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે સ્પર્ધાઓ  યોજાશે.

તેમજ ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ-યુકે ગવર્મેન્ટ, પ્રાદેશિક નાયબ નિયામક  આઈ.ટી.આઈ તથા આઈ.ટી.આઈ  રાજકોટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત આઈ.ટી.આઈ  રાજકોટના ટ્રેઈનરો દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાની તાલિમ આપવા માટે તાલીમ શિબિર યોજાઈ હતી.

Img 9601 1

અત્રે ઉલ્લેખનિય છે કે, બ્રિટનમાં છેલ્લા ૩૦ વર્ષથી દિવ્યાંગોને તાલીમબધ્ધ કરીને પોતાના પગભર થઈ જીવન જીવતા શીખવનાર દંપતિ ડેવિડ ફિન્ચ અને જેન ફિન્ચ દ્વારા તમામ ટ્રેઈનરોને તાલીમ આપવામાં આવી હતી.

આ તકે રોજગાર અને તાલિમ નિયામક સુરપ્રિત સિંગ ગુલાટીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની તાલિમ વડે દિવ્યાંગોને વિશેષ પ્રકારે શિક્ષિત કરવાથી  તેઓમાં હકારાત્મક અને ગુણાત્મક્ત સુધારો રીતે લાવી શકાય છે. તાલીમ દરમ્યાન ડેવિડ ફિન્ચે જણાવ્યું હતું કે, દિવ્યાંગોને તકો પુરી પાડવી તે આપણું કર્તવ્ય છે. દિવ્યાંગોને યોગ્ય રીતે તાલીમબધ્ધ કરવામાં આવે તો પોતાની જીંદગીનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે.

દિવ્યાંગોને ટેકનિકલ સપોર્ટ વડે શૈક્ષણીક, આર્થિક, સામાજિક રીતે તાલીમબધ્ધ કરીને સ્વનિર્ભર બનાવવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Img 9629 1

તાલીમ દરમ્યાન જેન ફિન્ચે જણાવ્યું હતું કે, તમામ પ્રકારના દિવ્યાંગો સાથે સહાનુભુતિને બદલે સંવેદનશીલ બનીને સહાયક બનવાનો દ્રષ્ટીકોણ કેળવવો જોઈએ.

આ તકે ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના સ્કિલ હેડ અનુ ગુપ્તા, સ્કિલ પોલિસી એડવાઈઝર કસ્તુબી હારીત, પ્રાદેશિક નાયબ નિયામક  આઈ.ટી.આઈ  એમ. એમ. દવે, આઈ. ટી.આઈ  પ્રિન્સીપાલ નિપુણ રાવલ, કહિલા આઈ.ટી.આઈના પ્રિન્સીપલ દવે તેમજ તાલીમાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.