Abtak Media Google News

રાજકીય પક્ષો દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નેતાઓ અલગ અલગ સમાજના કાર્યક્રમોમાં ફૂલ હાજરી આપતા થઈ ગયા છે. ભલે સરકારી કાર્યક્રમોમાં નેતાઓ હાજરી આપતા હોય કે ન હોય, પણ કોઈ સમાજ નોતરું આપે એટલે ત્યાં નેતાઓની સમયસર હાજરી દેખાઈ જ છે.

નેતાઓ સમાજને આકર્ષિત કરવાની હોડ લગાવી રહ્યા છે. પછી તે કોઈ પૂર્વ નેતાઓ હોય કે હાલના સતામાં રહેલા નેતાઓ, કાર્યક્રમોને મિસ કરતા નથી. પણ હવે સમાજને ભેગો કરવાનો સીલસીલો પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. નેતાઓ સમાજ વાઇઝ હોદો મેળવવા માટે સમાજ એકત્ર કરવાનું શરૂ કરી રહ્યા છે.

ભૂતકાળમાં પણ ચૂંટણી પૂર્વે સમાજ ભેગો કરવાની પ્રક્રિયા થતી જ રહેતી હતી. આવી જ રીતે અત્યારે પણ આ પ્રક્રિયામાં નેતાઓ કામે લાગી ગયા છે. ખાસ તો જે નેતાઓને નવી સરકારમાં સ્થાન નથી મળ્યું તેઓ હવે સમાજની શક્તિ બતાવવામાં કામે લાગી ગયા છે.

રાજકારણમાં વર્ષોથી સમાજનો ઉપયોગ અને ગેરઉપયોગ બન્ને થતા આવ્યા છે. પણ હવે ચૂંટણી પૂર્વે ક્યાં નેતા સમાજનો ઉપયોગ કરે છે અને ક્યાં નેતા ગેરઉપયોગ કરે છે તે આગામી સમયમાં જ જોવા મળશે.

બીજી તરફ રાજકારણમા જ્ઞાતિવાદનું ફેક્ટર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પણ હવે સમય પ્રમાણે ફેરફાર કરવાની જરૂર જણાય છે. રાજકારણમાંથી જ્ઞાતિ ફેક્ટરને હટાવવામાં આવશે તો જ સર્વેનો વિકાસ થશે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.