Abtak Media Google News

દુનિયાની ઘણી વાતો આપણને ખબર હોતી નથી. આપણાં શરીર, મગજમાં પણ ઘણા રહસ્યો આપણને ખબર હોતી નથી. દુનિયામાં સૌથી નાનું મોટું કે આકાશ, જમીન, જંગલોની ઘણી વાતો આપણને ખબર જ નથી હોતી. આ નોલેજ કોર્નરના માઘ્યમથી આજે ચિત્ર-વિચિત્ર વાતો સાથે દુનિયાના રોચક તથ્યોની માહીતી ટુંકમાં આપીને તમારા જ્ઞાનમાં વધારો કરવો છે. આ પૃથ્વી પર એવું ઘણું બધું ે જેની ઉપર આપણે કયારેય નજર કરી નથી, તો ચાલો બે ત્રણ લાઇનમાં જે કેટલીક જાણી-અજાણી વાતો અને નોખી-અનોખી વાતો

  • નીલ આમસ્ટ્રોગે એ ચંદ્ર પર સૌ પ્રથમ પોતાનો ડાબો પગ મૂકયો હતો અને તે સમયે તેના હ્રદયના ધબકારા પ્રતિ મિનિટ 156ની ગતિએ ધબકતા હતા.
  • માર્ક ઝુકર બર્ગ, સ્ટીવ જોબ્સ અને બીલગેટસ આ બધામાં કોમન વાત એ છે કે આ ત્રણમાંથી એકેય પાસે કોલેજની ડિગ્રી નથી.
  • આપણા મનપસંદ ‘વોટરએપ’નો ઉપયોગ વિશ્ર્વની પ3 ભાષામાં કરી શકીએ છીએ સાથે દુનિયાના કોઇપણ છે કે મફત વિડીયો કે ઓડીયો કોલ કરી શકીએ છીએ.
  • આજથી 610 વર્ષ પહેલા ર6મી ફેબ્રુઆરી 1411ના રોજ અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદની 6 સદીના ઇતિહાસમાં મુગલ, મરાઠા, અંગ્રેજ અને હવે ભારત સરકારનું શાસન ચાલે છે.
  • આપણા રાજસ્થાન રાજય કરતાં ફ્રાન્સ દેશનું ક્ષેત્રફળ નાનું છે, અને આ દેશમાં જ ‘એપ્રિલ ફુલ ડે’ ની શરૂઆત થઇ હતી.
  • મહારાણા પ્રતાપનો ભાલો 81 કિલોનો છાતીનું કવચ 72 કિલોનું હતું. ભાલો, કવચ, ઢાલ અને સાથે બે તલવારનું વજન સાથે કુલ 208 કિલો વજન થતું હતું.
  • દુનિયામાં તમારો જેવા જ દેખાતા ઓછામાં ઓછા 6 લોકો હોય છે જેને મળવાનો ચાન્સ 9 ટકા જ હોય છે.
  • ‘અમુલ’નું આખુ નામ ‘આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ’ છે.
  • આપણાં શરીરમાં સૌથી પાતળી ચામડી આપણે ‘આંખ’ ની હોય છે જે 0.2 થી 0.5 એમ.એમ. હોય
  • ઉનાળામાં આવતી ડેરે ફળોનો રાજા કહેવાય છે, તેનું આજથી પ000 વર્ષ પહેલા સૌથી પહેલા ભારતમાં વાવેતર થયું હતું.
  • નાના બાળકનું વધુ સુવાનું કારણ એ છે કે તેમનું મગજ શરીર દ્વારા બનાવેલ પ0 ટકા ગ્લુકોશ ઉપયોગ કરી લે છે.
  • માઉન્ટ એવરેસ્ટ પર આજે પણ ર00 થી વધારુ શબ પડેલા છે.
  • કોકીન ડ્રગ્સની લત લાગી હોય એવા લોકોનું હ્રદય શરીરમાંથી બહાર કાઢયા બાદ પણ રપ મીનીટ ધબકતું રહે છે.
  • લગભગ 17મી શતાબ્દી સુધી આપણો દેશ ભારત દુનિયાનો સૌથી અમીર દેશ હતો.
  • તમને જાણીને નવાઇ લાગશે કે દર વર્ષે લગભગ 1 લાખ પ્રાણીઓ પ્લાસ્ટિક બેગ ખાય જવાથી મૃત્યુ પામે છે.
  • માણસ કરતાં સુંઘવાની શકિત શ્ર્વાનમાં પ ગણી વધારે હોય છે.
  • વિશ્ર્વમાં સૌથી વધુ શાકાહારી આપણા દેશ ભારતમાં છે.
  • વાદળ પ્રતિ સેક્ધડ 146 ફુટ ઝડપે ચાલે છે એટલે કે આ વાદળને મુંબઇથી દિલ્હી પહોચતા 9 કલાક લાગે છે.
  • અત્યાર સુધી માત્ર 1ર  માણસો જ ચંદ્ર પર ગયા છે અને છેલ્લા 4ર વર્ષથી ચાંદ પર કોઇ ગયું જ નથી.
  • સિંહની ગર્જનાને 8 કી.મી. દૂરથી પણ સાંભળી શકાય છે.
  • વિશ્ર્વના એક તૃતીયાંશ હિરા એકલા સુરતમાં જ પોલીસ થાય છે.
  • માઇક્રોસોફટમાં 34 ટકા અને અમેરીકામાં 38 ટકા ડોકટર આપણાં દેશ ભારતના છે અર્થાત ભારતીય છે
  • ટાઇમ મેગેઝીનનું આખુ નામ ‘ધ ઇન્ટરનેશનલ મેગેઝીન ઓફ ઇવેન્ટ’ છે.
  • દુનિયાના 70 ટકા મસાલા  આપણાં દેશ ભારતમાં બને છે.
  • વિશ્ર્વમાં સૌથી મોટું જહાજ ભાંગવા માટેનું યાર્ડ ગુજરાતના ભાવનગર નજીક ‘અલંગ’ માં છે.
  • સૌથી વધારે એવોર્ડ જીતવાવાળી ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ ના નામે છે તેને 9ર એવોર્ડ મળ્યા હતા.
  • આપણું ગુજરાત ભારતમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે.
  • કોહિનૂર હીરો ભારતની ગોલકુંડા ખાણમાંથી કાઢવામા આવેલ હતો. આંધ્ર પ્રદેશની આ ખાણ દુનિયાની સૌથી પ્રાચીન ખાણ છે.
  •  દુનિયામાં સૌથી વધારે સોનું દક્ષિણ આફ્રિકામાં પ્રાપ્ત થાય છે.
  • શ્રીલંકામાં એક માત્ર હવાઇ મજક કોલંબોમાં છે. વિશ્ર્વની સૌથી પહેલી મહિલા પ્રધાન મંત્રી ભંડાર નાયક જે શ્રીલંકાથી જ હતા.
  •  ભગવદ્ ગીતાનું પહેલું અંગ્રેજીમાં રૂપાંતર 1785માં ચાર્લ્સ ‘વિલ્કિસએ લંડનમાં’ કરેલ હતું.
  • સૌથી લાંબો સાપ ‘પાઇથન રેટિફૂલટેસ’ છે. જેની લંબાઇ 30 ફુટ જેટલી હોય છે.
  • સોનાનો સૌ પ્રથમ ટુકડો પ ફેબ્રુઆરી 1869 માં ઓસ્ટ્રેલીયામાં મળ્યો હતો. 69 કિલોના આ ટુકડો જમીનની ર ફુટ નીચેથી મળ્યો હતો.
  • સૌથી પહેલા એ.ટી.એમ. મશીન ર7 જુન 1967 માં લંડનની બાર્કલેજ બેંકમાં મુકવામાં આવ્યા હતા.
  • ઓડિશાના પૂરીમાં આવેલ જગન્નાથ મંદિરનો ઘ્વજ હવાથી વિપરીત દિશામાં ફરકે છે.
  • ‘શોલે’ ફિલ્મનો  ડાયલોગ ‘કિતને આદમી થે’ 40 વાર રીટેક થયા બાદ ઓકે થયો હતો.
  • સાઉદી અરેબીયા વિશ્ર્વનો એક માત્ર દેશ છે જેમાં એકપણ નદી નથી.
  • મનુષ્યનું લોહી ર1 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
  • રવિવારની રજા ઇ.સ. 1843માં શરૂ  થઇ હતી.
  • વિશ્ર્વમાં સોનું ખરીદ કરવામાં ભારતીયો સૌથી આગળ છે. સોનએ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે.
  • ઇઝરાયલ દેશમાં દર 100 માંથી 90 ઘરો સોલાર ઉર્જાનો વપરાશ કરે છે.
  • વિશ્ર્વમાં સૌથી વધુ રોજગાર ભારતીય રેલવે આપે છે જેમાં 16 લાખ લોકો કામ કરે છે.
  • વીંછી જીવનમાં માત્ર એક જ વાર બચ્ચાને જન્મ આપે છે અને પછી તરત જ મરી જાય છે.
  • દુનિયાની સૌથી મોટી ‘ચાયના’ દિવાલ નિર્માણમાં 10 લાખથી વધુ મજુરોના મૃત્યુ થયા હતા.
  • શુક્ર ગ્રહ પર નો એક દિવસ પૃથ્વીના એક વર્ષ કરતા પણ મોટો છે.
  • માણસના મગજનું વજન લગભગ 1.4 કિલો હોય છે.
  • વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમામાં 10 માંથી 8 પ્રતિમા ભગવાન બુઘ્ધની છે.
  • આપણી આંખ એક નેચરલ કેમેરો છે અને તે 576 મેગા થિકસલ છે
  • વિશ્ર્વની સૌથી મોંધી ફિલ્મ ‘પાઇરેટસ ઓફ કેરેબિયન’ છે જેનો ખર્ચ ર7 અબજ રૂપિયા થયો હતો.
  • ગુગલ કંપનીનો કોઇ કર્મચારી મૃત્યુ થાય તો તેની પત્નીને 10 વર્ષ સુધી અડધો પગાર મળે અને તેના બાળકને 19 વર્ષનો ન થાય ત્યાં સુધી દર માસે એક હજાર ડોલર અપાય છે.
  • જંગલમાં લડવા માટે ભારતીય સેના વિશ્ર્વમાં નંબર વન છે. અમેરીકા, રશિયા અને બ્રિટેન દેશની સેના અહિં તાલીમ લેવા આવે છે.
  • દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સાઉથ કોરીયામાં આવે છે જેની સ્પીડ 33.5 એમ.બી.પી.એસ. છે.
  • વાર્ષિક આવક પર આધારીત સુરત ભારતમાં સૌથી ધનવાન શહેર ગણાય છે.
  • ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી હરિયાળુ પાટનગર ગણાય છે.
  • ભારતનું સૌથી પ્રથમ એરપોર્ટ મુંબઇનું જુહુ એરપોર્ટ છે.
  • ભારત 90 દેશોને સોફટવેર વેચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.