Abtak Media Google News

રાષ્ટ્રના આંતરિક પડકારો અને ઉપાયો વિષય ઉપર હેમુ ગઢવી હોલ ખાતે વકતવ્ય યોજાશે: શહેરના પ્રબુઘ્ધ નાગરીકોને ઉ૫સ્થિત રહેવા આહવાન કરતા આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

ભારતીય વિચાર મંચ દ્વારા ૧૭ વર્ષથી રાજકોટ સહીત ગુજરાતના ૧રથી વધુ શહેરોમાં વૈચારિક ક્ષેત્રે કાર્ય કરવામાં આવી રહ્યું છે. માનવીય જીવન મુલ્યોને સ્પર્શતા શાશ્ર્વત વિષયો, રાષ્ટ્ર અને વિશ્ર્વને સ્પર્શતી સમસ્યાઓ અને તેના ઉકેલ ઘ્યાનમાં લઇને આપ જેવા પ્રબુઘ્ધજનનો સાથ સહકાર લઇને સમયાંતરે વ્યાખ્યાનો, ચર્ચાસત્રો, સંગોષ્ઠીઓનું આયોજન મંચ કરે છે. આવા કાર્યક્રમોમાં થતાં મથનનો નિચોડ સાહિત્ય સ્વરુપે પણ પ્રકાશિત કરવામાં આવે છે.

ભારતીય વિચાર મંચ રાજકોટ આ શૃંખલા અંતર્ગત આપણા રાષ્ટ્રની આંતરીક સુરક્ષા સામે પડકાર જેવા મહત્વપૂર્ણ વિષય લઇને આગામી તા.૧૭ ઓકટોબરે ના રાત્રે ૮.૧૫ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ: રાજકોટ ખાતે વિખ્યાત પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ના એક વ્યાખ્યાનનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને સામાજીક અગ્રણી નંદલાલભાઇ માંડવીયા ઉ૫સ્થિત રહેશે. આયોજનને સફળ બનાવવા ભરતભાઇ ડેર, ડેનીસભાઇ આડેસરા, શૈલેશભાઇ જાની, રાજાભાઇ કાથડ, મિહીરભાઇ માંકડીયા, હરેશભાઇ સદાવ્રતી, યશવંતભાઇ ગોસ્વામી, કૃણાલભાઇ બારભાયા અને રપ થી વધુ કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહીછે.

આ કાર્યક્રમમાં રાજકોટના શ્રેષ્ઠીઓ, ડોકટર, આકિટેકટ, બિલ્ડર, અગ્રણી, વેપારી ઉઘોગપતિ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો બૌઘ્ધિકો, ઉપસ્થિત રહેશે.

દુર્જનોની સક્રિયતા કરતા સજજનોની નિષ્ક્રિયતા સમાજ માટે વધારે ઘાતક છે! એટલે ક રાજકોટ હવે આવા રાષ્ટ્રીય તેમજ સામાજીક વિષયમાં સક્રિય થયું છે! રાષ્ટ્રનાં દરેક વિષયમાં ચિંતા અને ચિંતન કરતો આજનો રાજકોટનો બૌધિક વર્ગ સામાજીક કે રાષ્ટ્રીય કોઇપણ પ્રશ્ર્નોને લઇ સજજ હોવો જોઇએ, સ્પષ્ટ હોવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.