દર્દીઓની તકલીફો સાંભળી હોસ્પિટલને લગતા પ્રશ્ર્નોનો નિકાલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી

સૌરાષ્ટ્રના તબીબોનું કેન્દ્ર સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દર્દીઓની તકલીફોને સાંભળી અલગ-અલગ વિભાગોની મુલાકાત લઈ પરિસ્થિતિની ચકાસણી કરી હતી.

DSC 0643

ધારાસભ્યો દ્વારા ખાસ કરીને એમ્બ્યુલન્સ વિભાગ અને ઈમરજન્સી વિભાગમાં રહેતી તકલીફોને વહેલીતકે દૂર કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

DSC 0622

‘અબતક’ સોની વાતચીત દરમિયાન ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ એ સેવાનું માધ્યમ છે અને સરકારની ફરજનો એક ભાગ છે તો આ ફરજના ભાગમાં ક્યાંક-કયાંક તૂટીઓ, ખામીઓ કોઈ વસ્તુનો અભાવ, કોઈની અછત અને આ જે ગેપ હોય તે પૂરું કરવાનું કામ અમારા ધારાસભ્યનું હોય છે. દર મહિને એકાદ વખત અમારી વિઝિટ તી હોય છે અને જે કાંઈ માંગણી હોય, ડોકટરનો અભાવ હોય, સાધનોનો અભાવ હોય એ પ્રકારની એ માંગણી અમે ગ્રાન્ટ કે સરકાર પાસેથી આપી શકાય એવી અમારી કાયમી કોશીષ હોય છે.

DSC 0623સૌરાષ્ટ્રની સારામાં સારી હોસ્પિટલ તરીકે રાજકોટની સિવિલ હોસ્પિટલનું એક નામ છે. અહીં સૌરાષ્ટ્રના હજારો દર્દીઓ અહીં આવે છે અને બજાવીએ છીએ અને ડોકટર મિત્રો પણ તેમની ફરજ સારી રીતે બચાવે છે તો આવતા સમયમાં આપણી હોસ્પિટલ સુંદર અને સુઘડ બને એ હેતુથી કામ કરી રહ્યાં છીએ.

DSC 0645 1

કાયમી કોઈને કોઈ પ્રશ્ર્નો તો ઉભા વાના જ છે અને તેના નિકાલ કરવાની જવાબદારી સો અમે કામ કરી રહ્યાં છીએ અને જેમ જેમ પ્રશ્ર્નો અમારી સામે આવે છે તેમ એનો કેવી રીતે હલ કરી શકાય તે અમે જોઈ લેશું સ્ટ્રેચરો છે અને જરૂર લાગે તો આધારે ૧૦૦ મંગાવો અને સ્ટ્રેચરના અભાવે તેના સગા-સંબંધીઓ લઈ જાય તે આપણા માટે શરમજનક છે અને તે આગળના ભવિષ્યમાં ન બને તે અમે જોશું. હોસ્પિટલમાં થોડી સંકળાશ છે અને દર્દીઓનો ધસારો પણ વધારે છે.

DSC 0649

‘અબતક’ સોની વાતચીત દરમિયાન અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, એક મહિનામાં બીજીવાર અમારા ધારાસભ્યોનો અહીં રાઉન્ડ છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે મહિનામાં એકાદ-બેવાર આવી અને દર્દીઓને થતી મુશ્કેલીઓ ડોકટરને તી મુશ્કેલીઓ એનું બેઈનું સંકલન કરી અને સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી કામગીરી થાય અને દર્દીઓ અહીંથી સાજા થઈને જાય એવા હેતુથી અને લોકો અહીં આવીએ છીએ વધુમાં કહું તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગલભગ ૭૦૦૦ની આસપાસ દર્દીઓ આવે છે ત્યારે મશીનરીની પણ ખૂબ જ મોટી જરૂરીયાત હોય છે. સ્ટ્રેચર અહીં ઓછા છે ત્યારે આજે ડોકટરની ટીમને સો રાખીને એવું જણાવ્યું છે કે કયાંય પણ અમારી જરૂર હોય તો અમને કહો અમે તમારી સો છીએ. સંકલનનો કયાંય અભાવ હોય તો પણ કહો. સરકારની કામગીરીનું કાંઈ કેવું હોય તો પણ કહો. કામગીરી સારી રીતે થાય છે પણ ડોકટરો કયાંકને કયાંક ઓછા છે અને ક્યાંકને ક્યાંક વધારે સમય લાગે છે તો આ જલ્દી થાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. આજે નવ વાગ્યાનો જે સમય છે તેમ ડોકટરો ટાઈમે આવતા નથી તો આવા ડોકટરોને અમે સુચના આપવી છે અને વ્યવસ્તિ કામ કરે.

DSC 0654

સિવિલ હોસ્પિટલમાં અમે શૌચાલયની પણ મુલાકાત લીધી અને પુછયું કે દિવસમાં કેટલી વાર શૌચાલય સાફ થાય છે અને લગભગ ત્રણ વારનું અમને જણાવ્યું છે. આજે અમે જોયું તો બરાબર સાફ હતું. અમે આજે ઓચિંતાની વિઝિટ કરી છે. સિધા ૯:૩૦ અમે અહીં પહોંચી ગયા છીએ અને વધુ ચેક કરવાની કામગીરી કરી છે. જેથી અમારા ધ્યાન ઉપર બધુ સાચુ આવે. સિકયુરીટીના જે મેઈન છે એમને પણ સો રાખ્યા છે. તેમને અમે જણાવ્યું કે, બધાની જવાબદારી પણ તમારી આવે છે અમને આ લોકો ઉપર વિશ્ર્વાસ અને ભરોસો છે અને અમે આજે જે કાંઈ ચર્ચા કરી અને અમારી એવી ઈચ્છા છે કે દર્દીઓને સારી સુવિધા પ્રાપ્ત થાય.

DSC 0627

‘અબતક’ સોની વાતચીત દરમિયાન સુપ્રીટેન્ડન્ટ ઓફ સિવિલ હોસ્પિટલ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, આજરોજ રાજકોટ વિસ્તારના ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને સાગઠીયા તેમજ ઘણા ધારાસભ્યોએ અત્રેની પી.ડી.હોસ્પિટલ ખાતે દર્દીઓને અપાતી સારવાર બાબતની વિગતવાર માહિતી મેળવવા માટે મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ વિસ્તારોની વિવિધ ડીપાર્ટમેન્ટની મુલાકાત લીધી. દર્દીને અપાતી સગવડો વીશે જાણ્યું તેમાં રહેલ ત્રુટીઓ વીશે ધ્યાન પણ દોરેલ છે તે બાબતમાં જે કોઈ આર્થિક સહાય જોય તેની પણ ખાતરી આપેલ છે.

DSC 0625

જે સાધનો ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફી આપવાના હોય અને હજી ના આવ્યા હોય તો તેવા માટે તેઓ સહાય કરશે તે માટેની પણ તેમણે ખાતરી આપેલ છે અને આ રીતે પી.ડી.હોસ્પિટલ ખાતે રાજકોટમાં સૌરાષ્ટ્ર આખામાંથી અનેક દર્દીઓ આવતા હોય છે. દર્દીનો ધસારો પણ બહુ રહે છે તે પણ તેમણે જોયું કે રોજના અઢી-ત્રણ હજાર પેશન્ટ આવે છે તો તેમને પહોંચી વળવા માટે આપણો જે કાંઈ મેનપાવર હોય તેમજ આપણા જે સાધન સરંજામ હોય જે ખુટી પડતા હોય તો તેમને કોઈપણ પ્રકારના નાણાકીય અવરોધ ન આવે અને આપણે પુરતા સાધનો વસાવી શકીએ તે માટેની પણ ખાતરી આપેલ છે. જેમ કે સ્ટેચર તેમણે કહેલું છે કે, ૧૦૦ સ્ટેચર અમારા તરફી ખરીદી લો અને કોઈપણ દર્દી સ્ટેચર વગર ન રહે તે જોવું. આમ તેમણે દરેક પ્રકારે સહયોગની ખાતરી આપેલ છે.

DSC 0628

તકલીફોમાં ઈમરજન્સી વોર્ડ આપણે ૨૫ વોર્ડનો છે જે હવે આપણી ઈમરજન્સી તેમજ આપણી સાધન સગવડતા સરંજામને જોતા ઘણો જ નાનો પડે છે તો તેને એકસપાન્ડ કરવા માટે આયોજન વિચારવાનું કર્યું તે ઉપરાંત પોલીસ ચોકીની જગ્યા પણ બહુ નાની છે તો તે જગ્યાને પણ સીફટ કરવી જેથી કરીને પોલીસનો સ્ટાફ વધી શકે અને આપણા જે કોઈ મેડીકલના કેશ હોય તેની સફળતા રહે તે પ્રમાણેનું આયોજન કરવાનું તેમણે સજેશન કર્યું.

DSC 0655

આ ઉપરાંત એમ્બ્યુલન્સ જે આપણી ઘણી ઓછી છે તેમજ જે છે તે પણ ઘણા કલોમીટર ચાલી ગયેલી હોય તેની કાર્યવાહી ચાલે છે. નવી એમ્બ્યુલન્સ લેવા માટેની કાર્યવાહી ઝડપી બનાવવાનું પણ તેમણે સુચન કર્યું અને તે માટે જોઈતી નાણાકીય સહાય આપવાની તેમણે ખાતરી આપી છે. આ બધી તકલીફોને દૂર કરવા માટે આજરોજ ૩ દિવસની અંદર એકશન પ્લાન બનાવી અનેજે વસ્તુ અમારા પાવરમાં આવતી હશે પરંતુ જે નાણાકીય રીતે જે હર્ડલ્સ હશે તો તેને દૂર કરવા માટે આ ત્રણેય ધારાસભ્ય જે આવેલા હતા તેમની સહાય લેશું.

DSC 0634

‘અબતક’ સોની વાતચીત દરમિયાન રાજકોટ મેડિકલ કોલેજના ડિન ડો.યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજરોજ જે આપણા વિસ્તારના ધારાસભ્યોએ હોસ્પિટલની મુલાકાત લીધેલી, કેટલાક પ્રશ્ર્નો હતા જ એ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સાથે બેસીને બધા પ્રશ્ર્નોના નિકાલ કરવામાં આવશે. થોડા બેઝિક પ્રશ્ર્નો એવા પણ છે કે, રોજના ૫ થી ૬ હજાર દર્દીઓ ઓ.પી.ડી.માં આવતા હોય, ડોકટરોનો સ્ટાફ એને સંભાળવા માટે જોઈએ છે નહીં અને મેઈન સબજેકટ કે જેને કહીએ મેડિસિન્સ સર્જરી, ગાયનિક એવા જે કલીનીકલ સબજેકટ છે, એની અંદર ઓછા ડોકટરો હોવા છતાં પણ આ રીતે મેનેજ કરવાની કોશિષ કરવામાં આવશે.

DSC 0636

વધુ એમ્બ્યુલન્સ અને સાધનોની તકલીફોની કાર્યવિધિ વિશે જણાવતા કહ્યું હતું કે હોસ્પિટલ પાસે પાંચ એમ્બ્યુલન્સ છે, જેમાંથી ચાર કાર્યરત છે અને એક એમ્બ્યુલન્સ રુટિન સર્વિસ માટે ગઈ હોય તેમાં કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે. તેના માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે. જયારે કોઈ પણ પ્રકારની પોલીસી મેટર હોય તો એમાં સૌ સાથે મળીને કામ કરતા હોઈએ છીએ એક એવી વસ્તુ ધ્યાન પર આવી છે કે ઈમરજન્સી વિભાગમાં ડોકટરોની હાજરી સતત હોતી નથી એ ખૂબજ ગંભીર પ્રશ્ર્ન છે, એના માટે ખાસ એક મિટિંગ બોલાવી કોઈ પણની ડયુટી હશે અને એ હાજર નહીં હોય તેમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

vlcsnap 2018 07 05 12h50m16s196

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.