Abtak Media Google News

સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની સૌી વધુ ૪૪૨૩ જયારે દિવસે પણ લાઈટ ચાલુ રહેતી હોવાની ૧૦૧ ફરિયાદ

વીજ બીલ બચાવવા માટે મહાપાલિકા દ્વારા શહેરમાં ૫૭૦૦૦ સોડીયમ લાઈટના સ્થાને એલઈડી લાઈટ ફીટ કરવામાં આવી છે. સોડીયમની માફક એલઈડી પણ વરસાદનો છાંટો સહન કરવામાં અસમર્થ પુરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક માસમાં શહેરના ૧૮ વોર્ડમાં સ્ટ્રીટલાઈટ અંગેની ૪૬૦૪ ફરિયાદો મહાપાલિકાના કંટ્રોલરૂમ ખાતે નોંધાઈ છે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ ગત ૧લી જૂની ૫ જૂલાઈ સુધીમાં મહાપાલિકાના કંટ્રોલરૂમ ખાતે સ્ટ્રીટ લાઈટ અંગેની ૪૬૦૪ ફરિયાદો નોંધાઈ છે. જેમાં સૌથી વધુ ફરિયાદ લાઈટ બંધ હોવાની ૪૪૨૩ જેટલી નોંધાઈ છે. જયારે ટયુબલાઈટ તૂટી ગયા હોવાની ૪૦, લાઈટમાં શોર્ટ સક્રિટની ૪૦ અને દિવસે પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ હોવાની ૧૦૧ ફરિયાદો નોંધાઈ છે. અગાઉ મહાપાલિકા દ્વારા ચોમાસાની સીઝન પહેલા વોર્ડ વાઈઝ ફેરણી કરવામાં આવતી હતી અને સ્ટ્રીટ લાઈટનું ચેકિંગ કરાતું હતું. જો કોઈ સ્ટ્રીટ લાઈય બંધ હોય તો ચાલુ કરવામાં આવતી હતી.

આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદ નિવારવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવતો હતો. કોન્ટ્રાકટ પ્રા બંધ કરી દેવામાં આવી હોવાના કારણે સમયસર સ્ટ્રીટ લાઈટની ફરિયાદો નીલ તી ની. મહાપાલિકા જેટલા સ્થળે પહોંચી શકે તેટલી ફરિયાદો હલ કરે છે. બાકી દિવસો સુધી અનેક વિસ્તારોમાં લાઈટો બંધ રહે છે.

વરસાદના સામાન્ય છાંટામાં એલઈડી લાઈટ લબક-જબક થવા માંડે છે. શહેરના અમુક વિસ્તારોમાં મુકવામાં આવેલ સોલાર રાઈટ તો ઘણા સમયી બંધ છે. ફેરણી પ્રથા ચાલુ કરવામાં આવે તો લોકોને ચોમાસાની સીઝનમાં અંધકારમાંતથી રાહત મળી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.