Abtak Media Google News

દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગોરીંજા ગામે તળાવ ઉંડુ કરવાના કામ સાથે જળ સંચય અભિયાનનો શુભારંભ

સમગ્ર રાજયમાં જળ સંચય અભિયાનનો શુભારંભ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ ગોરીંજા તળાવ ઉંડુ કરવાના શુભારંભ સાથે જિલ્લાના અભિયાનનો શુભારંભ કરાવ્યોે હતો.

Advertisement

ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે આ યોજનામા ચાલુ વર્ષે રાજય સરકારનો ફાળો ૫૦% થી વધારીને ૬૦% કરવામાં આવ્યો છે. તેમજ નવા ચેકડેમ બનાવવા માટે ૯૦ ટકા રકમ સરકાર આપશે. આ અભિયાન અંતર્ગત ખેડુતો તળાવોમાંથી કાંપ કાઢી પોતાના ખેતરમાં નાખશે જેથી જમીન ફળદ્રૃપ્ત  થશે. પાણીનો વધુ સંગ્રહ થશે તેમજ નવી રોજગારી ઉભી થશે. ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે ઓછા વરસાદે વધુ પાણીનો સંગ્રહ થવાથી પાણી માટે ખેડુતોએ હિજરત નહીં કરવી પડે તેમણે ઉપસ્થિત તમામને પાણીનો સદઉપયોગ કરવા તેમજ આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં કલેકટર ડો. નરેન્દ્ર કુમાર મીનાએ જિલ્લામાં થનાર કામોની પ્રાથમિક માહિતી આપી જણાવ્યું  હતું કે આ વર્ષે ૫૪૫ જેટલા જળ સંચયના કામો કરવામાં આવશે આ ઉપરાંત પણ કોઇ ગામના કામોની પર્પોર્ઝર હોય તો મોકલી આપવા જણાવ્યું  હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.