Abtak Media Google News

બજાજ આલિયાન્ઝ,  આઇસીઆઇસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સહિત 16 વીમા કંપનીઓને આવકવેરા દવારા નોટિસ ફટકારાઈ

આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા કરચોરો ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કરચોરો ને ઓળખી નોટિસ પણ ફટકારવામાં આવી રહી છે ત્યારે વીમો આપતી કંપનીઓ જ ટેક્સ ચોરીમાં ઝડપાય છે ત્યારે આ તપાસનો ધમધમા હાલ આખા ભારત દેશમાં ચાલી રહ્યો છે અને નામાંકિત કંપનીઓને નોટિસ પાઠવવામાં આવી છે.

આવકવેરા વિભાગ દ્વારા પાંચ હજાર કરોડની કરચોરી કરવા માટે  બજાજ આલિયાન્ઝ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સહિત 16 વીમા કંપનીઓ પર ત્રાટકીને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા મોટાપાયે કરચોરી કરવા માટે દેશની 16 જેટલી વીમા કંપનીઓને શૉ કોઝ નોટિસ પાઠવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 16 વીમા કંપનીઓએ જુલાઈ 2017થી સરકારને નિર્ધારિત થયેલો કર ચુકવ્યો  નથી જે બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.  સૂત્રોએ જણાવ્યું હતું કે વીમા નિયમનકાર સંસ્થા તેમજ આઈઆરડીએ દ્વારા જો કમિશન અંગે નવો નિયમ પાછલી તારીખથી અમલમાં મુકાય તો આ કેસ નકામો થઈ જાય તેમ છે.

આઈટી વિભાગ દ્વારા વીમા કંપનીઓની કરચોરીની તપાસ ગયા વર્ષે સપ્ટેમ્બરથી કરવામાં આવી હતી. વીમા કંપનીઓએ તેમના હિસાબોમાં જાહેરાતો તેમજ માર્કેટિંગ કોસ્ટ અંગે વીમા નિયમનકાર દ્વારા નક્કી કરવામાં આવેલી લિમિટ કરતા વધુ સેલ્સ કમિશન દર્શાવ્યું હતું અને આની સામે ટેક્સ ક્રેડિટ લેવામાં આવી હતી. આ રીતે જુલાઈ 2017માં દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પછી 16 વીમા કંપનીઓએ સરકારને આશરે રૂપિયા 5000 કરોડથી વધુ રકમનો ટેક્સ, વ્યાજ તેમજ પેનલ્ટી ચૂકવી ન હતી. હવે ટેક્સની જંગી રકમ વસૂલવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ ઈન્ટેલિજન્સ દ્વારા શૉ કોઝ નોટિસ બજાવવા પગલાં લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.