Abtak Media Google News

નેશનલ મેડિકલ કમિશનની તબીબો પર લગામ નિયમો આકરા બનાવ્યા

લોકો ડોક્ટરને બીજા ભગવાન તરીકે ઓળખતા હોય છે પરંતુ હવે તબિયત જાણે પોતાનો રોલ ભૂલી ગયા હોય તે સ્થિતિમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા તબીબો આકરા નિયમો લાદીયા છે. અત્યાર સુધી દરેક ડોક્ટર મુખ્યત્વે દવા કંપનીઓ દ્વારા જે લુભાઓનારી સ્કીમો આપવામાં આવતી હતી તેની અમલવારી ડોક્ટરો દ્વારા કરાતી જે હવે ભૂતકાળ બની જશે. પરિણામ સ્વરૂપે હવે દવા કંપનીઓ જો કોઈ લોભાવનારી સ્કીમો ડોક્ટરને આપ્યો ને જો ડોક્ટર તેમાં જોડાશે તો ત્રણ મહિના માટે તેમનું લાઇસન્સ રદ કરી દેવામાં આવશે જે અંગેનો નિર્ણય હાલ નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેવામાં આવ્યો છે.

ડોકટરો હવે કોઈપણ દવા અથવા કંપનીની જાહેરાત કરી શકશે નહીં. જો આવો કિસ્સો પ્રકાશમાં આવે તો તેમનું લાઇસન્સ રદ્દ કરી શકાય છે. આ નવા નિયમો નેશનલ મેડિકલ કમિશન દ્વારા નોટિફિકેશન દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, જો ડોક્ટર અથવા તેના પરિવારને કોઈ ભેટ, મુસાફરીની સુવિધા, રોકડ અથવા નાણાકીય અનુદાન આપવામાં આવે છે, તો તે ડોક્ટરનું લાઇસન્સ રદ થઈ શકે છે.

આ સિવાય રજિસ્ટર્ડ ડોકટરો કોઈપણ તૃતીય પક્ષ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે સેમિનાર, વર્કશોપ અથવા કોન્ફરન્સમાં ભાગ લઈ શકશે નહીં, જે કોઈપણ ફાર્મા કંપની સાથે સંબંધિત હોય. નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ડોકટરો કોઈ પણ સંજોગોમાં ભેટ સ્વીકારી શકે નહીં. અત્યાર સુધી દવા કંપનીઓ તબીબોને પોતાની પ્રોડક્ટ માટે ફેમિલી ટુર સહિત અનેક સહુલતો પૂરી પાડતા હતા જે ખરા અર્થમાં મેડિકલ ના નિયમો વિરુદ્ધ છે ત્યારે નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેવામાં આવેલું આ પગલું સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ખૂબ ઉપયોગી નીવડશે.

નવા નિયમો અનુસાર દર્દીને સર્જરી કે સારવારના ખર્ચ વિશે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. દર્દીની તપાસ કરતા પહેલા અથવા સારવાર શરૂ કરતા પહેલા પણ તેને કન્સલ્ટેશન ફી વિશે જાણ કરવાની રહેશે. આ પછી પણ, જો કોઈ દર્દી ફી ન ચૂકવે તો ડૉક્ટરને સારવારનો ઇનકાર કરવાનો અધિકાર છે, પરંતુ આ ઇમરજન્સી દર્દીઓ માટે લાગુ થશે નહીં. તો સાત ડોક્ટરોને મળતી આવક અંગે પણ તેઓએ યોગ્ય રિપોર્ટ નેશનલ મેડિકલ કમિશનને આપવાનો રહેશે બીજી તરફ ડૉક્ટરો હવે કોમર્શિયલ કંપનીઓ પાસેથી આવક સેલેરી તરીકે લઈ શકશે નહીં કે કોઈ પ્રમોશનની દ્રષ્ટિએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.