Abtak Media Google News

બહુવિધ કેમેરાથી સજ્જ વિક્રમ અને પ્રજ્ઞાન સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ કાર્ય શરૂ કરશે.

અંતરીક્ષ ક્ષેત્રે ભારત હવે રેકોર્ડ સર્જવા માત્ર બે દિવસ જ દૂર છે. આ મિશન ભારતના અવકાશ માટે ખૂબ ઉપયોગી અને મહત્વનું છે કારણ કે આ વખતે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરશે જે સૌથી મોટો પડકાર છે અને આ કાર્ય કરવામાં જો ભારત સફળ થાય તો તે એક નવો આયામ સર કરશે. હાલ ચંદ્રયાન ત્રણ બુધવારના રોજ સાંજે 6:04 મિનિટે ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થશે.

ચંદ્રયાન 3 તમામ ભ્રમણ કક્ષા પાર કરીને ચાંદથી થોડા કિમી દૂર છે જે હવે 23 તારીખે ચાંદ પર પહોંચી જશે ત્યારે ચાંદ પર ચંદ્રયાન 3 સફળ લેન્ડિંગ થાય તે માટે યાન સૂર્ય પ્રકાશની રાહ જોઈ રહ્યું છે જ્યારે રોવર પ્રજ્ઞાન સાથેનું લેન્ડર વિક્રમ ચંદ્રની નજીક પહોંચશે, ત્યારે તે સૂર્યપ્રકાશ મેળવ્યા બાદ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. ચંદ્રયાન-3 સૂર્યપ્રકાશમાં જ ચંદ્રનો સ્પર્શ મેળવાનો પ્રયાસ કરશે. આ સમય દરમિયાન રોવર ચંદ્ર પર પોતાનું કામ પૂર્ણ કરશે. બહુવિધ કેમેરા કારણ કે વિક્રમ અને પ્રજ્ઞાન સૂર્યપ્રકાશથી ચાર્જ થશે અને તેમનું કામ કરી શકશે. ચંદ્રયાન-3 માટે સૂર્ય આ માટે જરુરી છે કે વિક્રમ અને પ્રજ્ઞાન તેનાથી ચાર્જ થાય.

ચંદ્ર પર પહોંચવાની હરીફાઈમાં રશિયા ફેઇલ

ચંદ્ર પર પહોંચવાની હરીફાઈ વિશ્વમાં જામી છે ત્યારે હાલ ભારત એક સૌથી મોટા અને પડકાર સમાન મિશનને પાર કરવામાં માત્ર હવે બે દિવસ જ દૂર છે ત્યારે રશિયા પણ ની સપાટી ઉપર પહોંચવા માટે મહેનત કરી રહ્યું હતું અને પરિણામ સ્વરૂપે તે મિશન ફેલ થયું છે. રશિયાએ 50 વર્ષ પછી બીજી વખત ચંદ્ર મિશન શરૂ કર્યું, જે 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું. જો કે, રોસકોસમોસ અનુસાર, લુના-25 સ્ટેશન ચંદ્ર સાથે અથડાયું, જેના કારણે મિશન નિષ્ફળ ગયું છે. તમને જણાવી દઈએ કે, રશિયાએ 11 ઓગસ્ટના રોજ લુના-25 લોન્ચ કર્યું હતું. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે પુષ્ટિ કરી હતી કે રશિયાના લુના-25 અવકાશયાનમાં તકનીકી ખામી સર્જાઈ હતી. લેન્ડિંગ પહેલાં ભ્રમણકક્ષા બદલતી વખતે અસામાન્ય સ્થિતિને કારણે લુના-25 ભ્રમણકક્ષાને યોગ્ય રીતે બદલી શક્યું નથી. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો હાલમાં અચાનક સમસ્યાનો સામનો કરવામાં અસમર્થ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.