Abtak Media Google News

વીરપુર (જલારામ) ગામે નેશનલ હાઇ વે પર દેવપરા  વિસ્તાર પાસે હાઇ વે ઓથોરિટી દ્વારા ફીટ કરવામાં આવેલ લાઈટો કાયમી બંધ હાલતાં જ હોય સ્થાનિકો રાહદારીઓ  તેમજ વાહન ચાલકોને અંધારાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વીરપુર (જલારામ) ગામે હાઇ વે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇ વે પર દેવપરા વિસ્તાર પાસે લાઈટો ફિટ કરેલ છે પરંતુ આ લાઈટોને ફીટ કરીને તેની જાણવણી કરવાનું જાણે નેશનલ હાઇ વે ઓથોરિટી સાવ ભુલી જ ગઈ હોય એમ આ લાઈટો રાત્રે તો ચાલુ જ નથી હોતી જેના કારણે સ્થાનિક વિસ્તાર દેવપરાના રહેવાસીઓને ગામમાં જવામાં ખૂબ મુશ્કેલી પડે છે કેમ કે હાઇ વે પર લાઈટો ન હોવાથી વાહન ચાલકો કે જેના વાહનમા લાઇટ જ ન હોય અથવા તો વાહનમાં પણ કોઈ કારણસર લાઇટ બંધ હોય તો અકસ્માત સર્જાવાની દહેશત રહેલ છે ઉપરાંત આ વિસ્તાર પાસે જ ભૂતકાળમા ચારથી પાંચ વાર લૂંટના બનાવ બન્યા હોય જે તમામ બનાવો પોલીસ ચોપડે નોંધાયેલ હોય લાઇટ વગર અંધારામાં આવા લૂંટ જેવા બનાવો બનવાનો ભય પણ રહેલ છે આ અંગે સ્થાનિક રહેવાસીઓ પીઠડીયા ટોલનાકે આવેલ હાઇ વે ઓથોરિટીને અનેકવાર રજૂઆત કરેલ હોવા છતા કોઈ નિરાકરણ આવેલ નથી અને આ અંગે  ટોલનાકા મેનેજરને પૂછતા તેમણે હાઇ વે પરની લાઇટનો વિભાગ પોતાની પાસે નહીં પણ ભરૂડી ટોલનાકાના કોંટ્રાક્ટર પાસે હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો.

Advertisement

આમ હાઇવે ઓથોરિટી માત્ર ટોલનાકા બનાવીને વાહન ચાલકો પાસેથી પૈસા વસુલવાનું જ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે રાત્રી દરમિયાન હાઇ વે પર લાઇટ હોતી નથી અને ઘણી વાર દિવસે લાઈટો ઝળહળતી જોવા મળે છે.આ બંધ લાઈટો તાકીદે ચાલુ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.