Abtak Media Google News

એસબીઆઈ, ઈન્ડિયન ઓવરસીસ બેંક, સીન્ડીકેટ બેંક, પંજાબ નેશનલ બેંક સહિતની બેંકો જેટ એરવેજની વ્હારે

જેટ એરવેઝના આર્થિક સંક્રમણના કારણે એક પછી એક વિમાન સેવાઓ સ્થગીત કરી રહ્યું છે. પગારની સમયસર ચૂકવણી ન થતાં પાયલોટો વારંવાર હડતાલની ચિમકી આપી રહ્યાં છે ત્યારે આર્થિક કટોકટીના કારણે જેટ એરવેઝની દિવસને દિવસે કમર ભાંગતી જાય છે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. ત્યારે કંપનીને આર્થિક બોજામાંથી ઉગારવા કંપની દ્વારા માંગેલી લોનની મંજૂરીને અંતે લીલીઝંડી અપાઈ હોવાનું અહેવાલમાં પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

જેટ એરવેઝ છેલ્લા ઘણા સમયથી કરજામાં ડુબી ગઈ હતી તેમાં જાણે એક સાંધે અને તેર તૂટેની પરિસ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું હતું. હાલની પરિસ્થિતિમાં તો પાયલોટ અને પેટ્રોલની અછતના કારણે અનેક ચાલુ ફલાઈટો રદ્દ કરવા કંપની મજબૂર બની છે ત્યારે કંપનીએ આર્થિક મદદ માટે સરકારને આજીજી પણ કરી ગુહાર લગાવી હતી.

પરંતુ કંપનીની નાદાર સ્થિતિના કારણે મોટાભાગની આર્થિક સંસ્થાઓએ આર્થિક રીતે નબળી પડેલી સંસ્થાનો હાથ જાલવાનો ઈન્કાર કરી દીધો હતો. જેટ એરવેઝની તકલીફોનો જાણે અંત આવ્યો હોય તેવું સામે આવ્યું છે. કારણ કે ઘણી ખરી બેંકો જેટને લોન આપવા રાજી થઈ છે જેમાં એસબીઆઈએ અગાઉ જેટને મદદ કરવામાં સમર્થન આપ્યું છે. ત્યારે કહી શકાય કે જેટ એરવેઝના માલીક નરેશ ગોયલના પ્રયાસોથી બેંકો હવે તેમના તરફનું વલણ બદલાવ્યું છે.

જેટ એરવેઝનો ધંધો ચાલુ રહે તે માટે આર્થિક સહાયની જરૂરીયાતને પૂરી કરવા બેંકે પણ સમર્થન આપ્યું છે. જેટ એરવેઝને જીવંત રાખવા માટે કેનેડા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સીન્ડીકેટ બેંક, ઈન્ડિયન ઓવર્સીસ બેંક, અલ્હાબાદ બેંક, એસબીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંકે જેટને મદદરૂપ થવા આગળ પગલુ ભર્યું છે. અત્યારે પર્યટન ક્ષેત્રે ધંધાની સીઝન હોવા છતાં જેટની અનેકવિધ ફલાઈટો રદ્દ કરી દેવામાં આવી છે ત્યારે જેટ અત્યારે એક તરફ કરજ વધતા જતાં વ્યાજ વધતા તેને અનેકવિધ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી જેટ એરવેઝને ૨૬ બેંકોએ ધંધા માટે ધીરાણ આપ્યું હતું ત્યારે હવે જેટની પરિસ્થિતિ સુધારવા માટે અનેકવિધ બેંકો તેની વ્હારે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.