Abtak Media Google News

પીએસએલવી ૨૮ વિદેશી ઉપગ્રહ સાથે ભારતના એમીસેટને અવકાશમાં તરતુ મુકશે

વિશ્વમાં અવકાશ સંશોદન ક્ષેત્રે દાયકાઓથી દબદબો જાળવી રાખનાર રશીયા, અમેરિકા, જાપાન અને ચીનને જોજન દૂર પાછળ રાખીને નંબર-૧ પર પહોંચેલા ભારતના ઈસરો અને તેને સંગઠીત સંસ્થા ડીઆરડીઓને મોટી સફળતા મળી છે. ડીઆરડીઓ દ્વારા એક એવો ઉપગ્રહ બનાવવામાં આવ્યો કે જે દુશ્મનોના રડારમાં આવ્યા વીના તેની તમામ હરકતો ઉપર બાજ નજર રાખશે. ત્યારે આ ઉપગ્રહનું નામ ડીઆરડીઓ દ્વારા એમીસેટ રાખવામાં આવ્યું છે જેનો વજન અન્ય ઉપગ્રહની સરખામણીમાં ખુબજ ઓછો છે.

૪૩૬ કિલો વજનવાળા એમીસેટ ઉપગ્રહ એપ્રીલ માસમાં અવકાસની ભ્રમણ કક્ષામાં તરતો મુકાશે જેને લઈ ઈસરો આ ઉપગ્રહનું લોન્ચીંગ કરવા જઈ રહ્યું છે જે દુશ્મનોના રડારને બે અસર બનાવી તેની ઝીણવટપૂર્વકની માહિતી ભારતને આપશે. આ એડવાન્સ ટેકનોલોજીના સાથે વિકસાવવામાં આવેલુ ડીઆરડીઓનું એમીસેટ ઉપગ્રહ ૧લી એપ્રીલે લોન્ચીંગ કરવામાં આવશે.

આ ઉપગ્રહ દુશ્મનના રડારમાં આવ્યા વીના તેની તમામ ગતિવિધિઓ અને તેની પ્રણાલીની વિગતો એકઠી કરવામાં રામબાણ સાબીત થશે. ડીઆરડીઓના પૂર્વ વૈજ્ઞાનિક રવી ગુપ્તાએ નવનિર્મિત ઉપગ્રહ એમીસેટ અંગે જણાવ્યું હતું કે, ત્રણ ચાવી‚પ ખુલીઓ ધરાવતી એમીસેટ દુશ્મનોના રડારમાં ઝીણામાં ઝીણી ગતિવિધિઓની માહિતી માટે ખૂબજ ઉપયોગી સાબીત થશે. અવકાશમાં ૭૬૩ કિ.મી.ની કક્ષામાં આ એમીસેટ ઉપગ્રહને ઈસરો તરતુ મુકશે. પાકિસ્તાન જેવા હરીફ દેશો અને કઈ શકાય કે ભારતના દુશ્મન દેશો ઉપર નજર રાખવા માટે આ ઉપગ્રહ ભારત દેશ માટે ખૂબજ ઉપયોગી સાબીત થશે.

એમીસેટ ઉપગ્રહ પોતાના વિસ્તારમાં કેટલા મોબાઈલ ફોન કાર્યરત છે તેની માહિતી આપશે. આ ટેકનોલોજી કેવી રીતે ઉપયોગ થાય છે તેમાં એક ઉદાહરણ તરીકે તાજેતરમાં જ ભારતની સર્જીકલ સ્ટ્રાઈક વખતે બાલાકોટમાં ૩૦૦ મોબાઈલ ફોન કાર્યરત હોવાની વિગતો મળી હતી જેમાં એમીસેટ પહેલા જાન્યુઆરી ૨૪ના દિવસે માઈક્રોસેટ આરએ આ અંગેની વિગતો આપી હતી.

ઈસરો દ્વારા ૨૮ વિદેશી ઉપગ્રહો સાથે એમીસેટનું લોન્ચીંગ કરી રહ્યું છે જેમાં અમેરિકા, યુથેનીયા, સ્પેન, સ્વીત્ઝરલેન્ડ સહિતના વિદેશી ઉપગ્રહ પણ લોન્ચ થશે. સુત્રોના જણાવ્યાનુસાર ૧લી એપ્રીલના સવારના ૯:૩૦ વાગ્યે પીએસએલવી એમીસેટને ૨૮ દેશોના ઉપગ્રહ સાથે અવકાશમાં તરતો મુકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.