Abtak Media Google News

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

નેશનલ હાઈવે ઉપર આવેલ લીંબડીના એસ.ટી.બસસ્ટેશનમાં સમસ્યાઓ અને અસુવીધાઓ વધી જતા મુસાફર જનતામાં રોષની લાગણી ફેલાવા પામેલ હોવાનું જાણવા મળે છે. જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા હોવાનું, તથા છાશવારે મુસાફરોના માલસામાનની ચોરી-ઉઠાંતરી થતી હોવાનું  પણ જાણવા મળે છે. રાજકીય વિભાગીય નિયામક દ્વારા સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોની સમસ્યાઓનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ મુસાફર જનતામાંથી ઉઠી રહી છે.

આ અંગે મુસાફર જનતાની ફરીયાદ એવા પ્રકારની છે કે, લીંબડી બસસ્ટેન્ડમાં કોઈ જવાબદાર અધિકારી પોતાની બેઠક ઉપર હાજર હોતા નથી..! ઈન્કવાયરીની બારી ઉપર એક એસ.ટી. ડ્રાઈવર બેઠા હોય છે..! આ ઉપરાંત અહિ સુરક્ષા કર્મી પણ ન હોવાથી પેસેન્જરોનો માલ સામાન ઉઠાવી જતા તત્વોની પણ રંજાડ છે

મુસાફર જનતાના કહેવા મુજબ ગુજરાતના કોઈ પણ ખુણે જવા માટે લીંબડીનો એસ.ટી.ડેપો મહત્વનો છે તેથી અહિં મુસાફરોનો ભારે ધસારો રહે છે. મુસાફરોનો માલ-સામાનની રક્ષા માટે એસ.ટી. ડેપોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે..તેમજ કાયમી પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે ઉપરાંત જવાબદાર અધિકારીઓને ફરજ દરમ્યાન તેમની જગ્યાએ હાજર રહેવા માટે કડક સુચના આપવામાં આવે તેવી લાગણી અને માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.