Abtak Media Google News

ચલો દીલદાર ચલો… ચાંદ કે પાર ચલો…

તમામ વૈજ્ઞાનિકોનું મેકિસકોના અખાતમાં સુરક્ષીતપણે લેન્ડિંગ

ચલો દિલદાર ચલો…. ચાંદ કે પાર ચલો…. અંતરિક્ષની મુસાફરી કરવાની કોને ઈચ્છા ન હોય..? હાલ તો અદ્યતન ટેકનોલોજીના પરિણામે માણસ એક ગ્રહથી બીજા ગ્રહને ફરી પરત આવતો રે તેવું પણ શક્ય બન્યું છે. દુનિયાના ટોચના ધનકુબેર એલન મસ્કએ સ્પેસ એક્સ દ્વારા સામાન્ય લપકોને પણ અંતરીક્ષની મુસાફરી કરાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે તાજેતરમાં સ્પેસએક્સ ક્રૂ મિશન-2ના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છ મહિના ગાળ્યા બાદ નાસાના ચાર અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે.

Advertisement

આ મિશન અંતર્ગત અંદાજે 199 દિવસ જેટલો સમય અંતરિક્ષમાં ગાળવાનો નાસાના આ વૈજ્ઞાનિકોએ રેકોર્ડ બનાવી દીધો છે. તમામ વૈજ્ઞાનિકો અંતરિક્ષ સ્થિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત મેક્સિકોના અખાતમાં ઉતર્યા છે. ભારતીય સમય અનુસાર, સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન એ ભ્રમણકક્ષા પ્રયોગશાળામાં 8 કલાકથી વધુ સમય પહેલા અનડોક કર્યા પછી મંગળવારે સવારે મેક્સિકોના અખાતમાં લેન્ડિંગ કર્યું હતું.

આ અવકાશયાનમાં નાસાના બે અવકાશયાત્રીઓ હતા – કમાન્ડર શેન કિમબ્રો અને પાયલટ મેગન મેકઆર્થર. તેમની સાથે ફ્રેન્ચ અવકાશયાત્રી થોમસ પેસ્કેટ અને જાપાનના અકિહિકો હોશીદે પણ હતા. ચારેય વૈજ્ઞાનિકોએ 3 મહિના અંતરિક્ષમાં રહી કોઈપણ ખામી વગર પોતાના પેરાશૂટની મદદથી પૃથ્વી પર સફળતાપૂર્વક પગ મૂક્યો છે.

જણાવી દઈએ કે ચાર અવકાશયાત્રીઓના પરત ફર્યાના બાદ હવે ટૂંકા એવા ગાળામાં સ્પેસએક્સ અવકાશયાત્રીઓના અન્ય ચાર ક્રૂને સ્પેસ સ્ટેશન પર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન ગયા અઠવાડિયે ઉપડવાનું હતું, પરંતુ ખરાબ હવામાન અને અવકાશયાત્રીની ખરાબ તબિયતને કારણે વિલંબ થયો હતો.

નાસાના અવકાશયાત્રી શેન કિમ્બ્રોએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે અમે સુરક્ષિત મુદ્રામાં રહીએ તેની ખાતરી કરવા માટે અમારી ગ્રાઉન્ડ ટીમોએ સખત મહેનત કરી છે. ખરેખર અમે ડ્રેગન કેપ્સ્યુલમાં હતા. અમે અનડૉક કરવા માટે તૈયાર હતા. પહેલા નાસાએ કહ્યું હતું કે ક્રૂ ક્યારેય જોખમમાં નથી, પરંતુ બાદમાં નાસાના ફ્લાઇટ ડિરેક્ટર ઝેબુલોન સ્કોવિલે ટ્વિટર પર મિશનના પડકારોનો સંકેત આપ્યો હતો. જો કે તેઓ પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.