Abtak Media Google News

સગીરા ગર્ભવતી બની ગયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો: પોલીસે તપાસ આદરી

જામનગરના એક શખ્સે તરૃણીને પ્રેમજાળમાં ફસાવ્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ તરૃણી ગર્ભવતી બની જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે તે શખ્સ સામે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા શાહરૃખ સીદીકભાઈ પંજા નામના શખ્સનો એક તરૃણી સાથે આઠેક મહિના પહેલા પરિચય થયા પછી શાહરૃખે તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી તે પછી શાહરૃખ તેણીને મળતો રહેતો હતો.

તે દરમ્યાન આ તરૃણીના ઘરમાં જ અલગ અલગ ચારથી પાંચ વખત એકાંત મળી જતાં શાહરૃખે તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું જેના કારણે આ તરૃણી ગર્ભવતી બની ગઈ હતી જેની પોતાના પરિવારને જાણ થઈ જશે તેવી ચિંતામાં રહેતી તરૃણીએ શાહરૃખને તે વાતથી વાકેફ કરતા ઉશ્કેરાયેલા આ શખ્સે કોઈને આ વાત કરીશ તો તને તથા તારા પરિવારને પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.

ઉપરોક્ત વિગતથી આ તરૃણીએ પોતાના પરિવારને વાકેફ કર્યા પછી આજે સવારે પોલીસ સ્ટેશન દોડી જઈ શાહરૃખ સીદીક પંજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬, ૪૫૨, ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૪, ૮, ૧૨ હેઠળ ગુન્હો નોંધી શાહરૃખની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.