પ્રાણી પ્રત્યે પ્રેમ: કેશોદના શેરગઢ ગામે બચ્ચાને જન્મ આપી રોજડી નાસી જતા ખેડૂતે છકડા રિક્ષામાં જાળવણી કરી

કેશોદ : જય વિરાણી

કેશોદમાં વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. શેરગઢ ગામે વડી વિસતારમાં રોજડીએ બચ્ચાને જનમ આપી જતી રહેતા આ બચ્ચા નીરાધાર બન્યા છે. બચ્ચાની સુરક્ષા સલામતી માટે ખેડુત દ્વારા વન વિભાગને જાણ કરી છે. પણ બે-બે દિવસ વિત્યા છ્ત વન વિભાગ આંખ આડા કાન કરતું હોય તેમ કોઈ પણ જાતની જવબદારી લીધા વગર કઈ તસ્દી લીધી નથી.

રોજડીના બચ્ચા ભગવાન ભરોસે કુતરા મારી ન નાખે માટે વાડી માલીક દ્વારા છકડો રિક્ષામાં સચવાય રહ્યા છે. ખેડૂતે કામ ચલાઉ વ્યવસ્થા છ્કડો રિક્ષામાં કરેલ છે. પચ રોજકામ કરી કબજો લયને બચચાને તેની મા સાથે મિલન કરાવવાનું હોય છે તે પણ તાલુકા વાઈલઙલાઈફ વોરડન (R F O )ની હાજરીમાં વીડિયો બનાવી મુકત કરવા આવે છે

પરંતુ કાયદાના બધા જ નિયમો નેવે મુકીને (R F O) દ્વારા ફોરેસ્ટરને મૌખીક સુચના આપી તે બચ્ચાઓને બિનકાયદેશર રિતે કબજો લીધા વગર ખેતરમાં છુટા મુકકી દેવાનો આદેશ કરતા વાડી માલિક દવારા ઉચ્ચ રજુઆત કરવાની તૈયારી બાતવાઇ છે.

આ બાબત એનજીઓ તરફથી RFOને ટેલિફોનથી માહીતી માટે ફોન કરતા રિસીવ કરેલ નહોતો. કેશોદ વન વિભાગના RFO મન માની ચલાવી રહયા છે તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન અભય વ્યાસ આ પ્રકારના વન વિભાગના વર્તન સામે ગાંધી માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ચીમકી ઉચ્ચારી છે.