Abtak Media Google News

અબતક
જય વિરાણી, જુનાગઢ

Advertisement

ખારેકનું નામ પડતાં જ આપણે પહેલા કચ્છ યાદ આવે કારણ કે ગુજરાતમાં સૌથી વધારે ખારેકનું ઉત્પાદન કચ્છ જીલ્લામાં જ થાય છે પરંતુ હવે જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના કણેરી ગામે ડાયાભાઈ દેસાઈ દ્વારા રણ પ્રદેશના ફળ ખારેકને જુનાગઢમાં વાવીને નવતર પ્રયોગ કર્યો છે. આ ખેડૂતે 8 વર્ષ અગાઉ ખારેકના 50 રોપા લાવીને પોતાના ખેતરમાં વાવેતર કર્યું છે. મુળ ઈરાનની અને ઈઝરાઈલ દ્વારા વિકસિત બારાહી જાતની ખારેક સામાન્ય ખારેકના હવે જૂનાગઢમાં પણ મળી શકે છે.ખારેકની ખેતીમાં ઓછી મહેનત અને વધુ પરિણામ મેળવી શકાય છે. તેઓએ બારાહી નામની કલ્ચર પેટર્નના 50 રોપાનો ઉછેર કર્યો જેમાંથી હાલ 40 ઝાડ પર ખારેકનો ફાલ આવ્યો છે.

ખારેક એક હાર્ડ પ્લાન્ટ છે. તેનું ઉત્પાદન કરવામાં રોગ કે જીવાતની સંભાવના ઓછી રહે છે, તેને વધુ પાણીની આવશ્યકતા રહેતી નથી, વળી શેઢા પાળે પણ વાવેતર કરીને ખેતરમાં બીજો પાક પણ લઈ શકાય છે અને ખેતર ફરતે એક પ્રકારે રક્ષણ પણ થાય છે અને છોડને કોઈ ખાસ માવજતની જરૂર રહેતી નથી. આમ આ ખેતીના અનેક ફાયદા હોવાથી ખેડૂતો માટે ખારેકની ખેતી લાભદાયક છે અને બમણો ફાયદો કરાવી શકે છે.

ડાયાભાઈને વિચાર આવ્યો કે જો કચ્છમાં ખારેક થઈ શકતી હોય તો કેશોદમાં થઈ શકે કે કેમ.. તેથી પ્રાયોગિક ધોરણે તેઓએ બારાહી નામની કલ્ચર પેટર્નના 50 રોપાનો ઉછેર કર્યો જેમાંથી 10 નર હતા અને હાલ 40 ઝાડ પર ખારેકનો ફાલ આવ્યો છે, ખારેકના રોપાનું વાવેતર કર્યા બાદ ચાર વર્ષે પહેલો ફાલ આવ્યો.

84A7431A F0A5 450A B266 0190A7D8C3Ba

મુળ ઈરાનની અને ઈઝરાઈલ દ્વારા વિકસિત બારાહી જાતની ખારેક સામાન્ય ખારેકના પ્રમાણમાં કદમાં મોટી, ઠળીયો નાનો અને સ્વાદમાં સાકર જેવી મીઠી હોય છે, એક્ષપોર્ટ કક્ષાની હોય છે તેથી તેનો ભાવ પણ સારો મળે છે. ડાયાભાઈના ફાર્મમાં જે ખારેકનું ઉત્પાદન થાય છે તેનું તેઓ સીધું જ વેચાણ કરે છે. પોતાના ફાર્મથી જ તેઓ ખારેકનું લોકોને જોઈએ તે રીતે વેચાણ કરે છે. જે ખારેક 90 થી 100 રૂપીયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

માણાવદરના આ તલાટીને કેમ ફટકારવામાં આવ્યો રૂપિયા 5 હજારનો દંડ,…?

 

90 થી 100 રૂપીયા પ્રતિ કીલોના ભાવે ખારેકનું જે વેચાણ થાય છે તેનો સીધો હિસાબ જોવા જઈએ તો એક ઝાડ પરથી 80 કિલોનું ઉત્પાદન અને 90 થી 100 રૂપીયે કિલો વેચાણ, આમ એક ઝાડ વર્ષે એક જ વાર ફાલ આપીને અંદાજે 8 થી 10 હજારની કમાણી કરાવી આપે છે અને જો તેની 40 ઝાડ સાથે ગણતરી કરવામાં આવે તો અંદાજે 4 લાખની ઉપજ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.