Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા કલાકારોથી સજજ અને જયશ્રીબેન પરિખ દ્વારા દિરદર્શિત નાટકથી યુવા પેઢીને ધર્મ સાથે જોડવા પ્રયાસ: ‘અબતક’ને આગેવાનોએ આપી વિગતો

ગોસ્વામી પરાગકુમારજી મહોદયની અધ્યક્ષતામાં સર્વોતમ સેવા સંસ્થાન દ્વારા આગામી તા.૨૦ને બુધવારે રાત્રે ૮.૩૦ કલાકે અંબીકા ટાઉનશીપ, નવજીવન પાર્ટી પ્લોટ, રાજકોટ પબ્લીક સ્કુલ સામે પુષ્ટિ માર્ગીય નાટક ‘પ્રેમરસ બરસે વૃજમે’ યોજાશે. ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા કલાકારોથી સજજ તથા જયશ્રીબેન પરીખ દ્વારા દિરદર્શિત નાટકથી યુવા પેઢીને ધર્મ સાથે જોડવા પ્રયાસ થશે.Dsc 9973

સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ, રમત ગમત સહિતના ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ ઉપરાંત સંસ્થાએ જુદી, જુદી જગ્યાએ દોઢ લાખથી વધુ ચોપડાઓનું રાહતદરે વિતરણ કર્યું છે. આ કાર્યક્રમની વિગતો આપવા આજરોજ ‘અબતક’ની મુલાકાતે સુરેશભાઈ કણસાગરા, નીતિનભાઈ દેપાણી, મનસુખભાઈ સાપોવડીયા, રઘુરાજ સિસોદીયા, વ્રજદાસ લાઠીયા, ફર્નાડીસભાઈ પાડલીયા, સુરેશભાઈ કણસાગરા (ક્રિશ્ર્ના પાર્ક), રઘુરાજ સીસોદીયા, ફર્નાડીસભાઈ પાડલીયા, ગોર્ધનભાઈ મીસ્ત્રી, દિનેશભાઈ મીસ્ત્રી, દેવેનભાઈ સોની, પ્રવિણભાઈ ગોધાણી, પ્રદીપભાઈ સોનરી, ગીરીશભાઈ આદ્રોજા, યોગેશભાઈ કલરીયા, દિનેશભાઈ ચાપાણી સહિતના આવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.