આ મહિનામાં ત્રીજી વખત LPGના ભાવમાં થયો વધારો, હવે તમને સિલિન્ડર આટલામાં પડશે

આજે ફરીથી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે. જે આ મહિનામાં ત્રીજી વખત વધારો થયો છે. બધી કેટેગરીના LPGની કિંમતો ગુરૂવારથી 25 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી ગયો છે. તેમાં સબસિડી વાળા સિલિન્ડર અને ઉજ્જવલા યોજનાના લાભાર્થિઓ તરફથી ઉપયોગમાં લેવામાં આવતા સિલિન્ડરોનો પણ સમાવેશ થાઈ છે. કોરોના મહામારીનો કહેર કાબુમાં આવ્યા બાદ માંગમાં સુધારની વચ્ચે આંતરાષ્ટ્રીય બજારમાં એલપીજીની કિંમતો વધી છે.તેનું કારણ એ છે કે,આ મહિનેથી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ત્રીજી વખત વધી ગઈ છે.

794 રૂપિયા થઈ ગયો સિલિન્ડર

આ વધારા બાદ હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 794 રૂપિયાએ પહોંચી ગયો છે. પહેલા તેની કિંમત 769 રૂપિયા હતી. ખાસ વાત એ છે કે,સબસિડી અને વગર સબસિડી વાળા એટલે કે,બન્ને સિલિન્ડરોની કિંમતોમાં વધારો થયો છે. દેશભરમાં એલપીજીની કિંમત એક જ થઈ ગઈ છે. સરકારે કેટલા નક્કી કરેલા ગ્રાહકોને આના પર સબસિડી આપી છે.જોકે, છેલ્લા ઘણા વર્ષો દરમિયાન મહાનગરો અને મોટા શહેરમાં ગેસની કિંમતોમાં સતત વધારા બાદ સબસિડી બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં ગ્રાહકોને એલપીજી પર કોઈ સબસિડી મળતી નથી. બધા ગ્રાહકોને એક જ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતો 794 રૂપિયા પહોંચી ગઈ છે.બજા રાજ્યોમાં ગ્રાહકોને રસોઈ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે.

આ પહેલા ચાર ફેબ્રુઆરીએ એલપીજીની કિંમતમાં 25 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો થયો હતો. ડિસેમ્બરથી રસોઈ ગેસ સિલિન્ડરમાં સતત મોંઘુ થઈ રહ્યું છે. આ દરમિયાન ગેસની કિંમતોમાં 150 રૂપિયાનો વધારો થયો છે.જોકે, ગુરુવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઈ બદલાવ થયો નથી. દિલ્હીમાં પેટ્રોલ 90.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 81.32 રૂપિયા પ્રતિ લીટર છે.