Abtak Media Google News

અધેરાના વરદહસ્તે ફુડકેરનું ઉદધાટન કરવામાં આવ્યું

દામનગર ના ધ્રુફણીયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા લાઠી ટી પી ઓ ગોપાલભાઈ અધેરા ની રાષ્ટ્રીય ઇનોવેશન એવોર્ડ મેળવવા બદલ વિશિષ્ટ બહુમાન કરાયું.

Advertisement

લાઠી તાલુકા માં ટી પી ઓ તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ અધેરા ને નેશનલ ઇન્સ્યુટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ  એન્ડ એડમિનિસ્ટ્રેટ એવોર્ડ માનવ સંસાધન મંત્રાલય ના મંત્રી  પ્રકાશ જાવડેકર ના વરદ હસ્તે એનાયત થતા ધ્રુફણીયા પ્રાથમિક શાળા દ્વારા અધેરા નું વિશિષ્ઠ બહુમાન કરાયું હતું.

Img20190109112941

શાળા પરિવાર દ્વારા આયોજિત ફ્રુડ કેર ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થી ઓ દ્વારા તૈયાર કરાયેલા ફ્રુડકેર સ્ટોલ નું ઉદ્ધાટન ગોપાલભાઈ અધેરાના વરદ હસ્તે કરાયું હતું આ તકે શાળા પરિવાર ના શિક્ષકો તેમજ હિતેશભાઈ સોરઠીયા શિક્ષક સંધ પ્રમુખ મંત્રી શ્રી  હરેશભાઇ રૂપાલા પુષ્પાબેન બારડ સામાજિક અગ્રણી શ્રી કિશોરભાઈ ભટ્ટ સહિત ના ઓ સ્થાનિક અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં અધેરા નું અદકેરું બહુમાન કરાયું હતું .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.