Abtak Media Google News

અમરેલી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલ, ડો. જે. એચ. પટેલ, ડો. આર. કે. જાટની સૂચનાથી તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર દામનગર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર લાઠી ખાતે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત સંદર્ભ સેવા કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં બાળ રોગ નિષ્ણાંત તબીબ યાદવ સાહેબ, દાંત રોગ નિષ્ણાંત ડો. મનાલી પરમાર, આંખ રોગ નિષ્ણાંત આસિસ્ટન્ટ ચંદ્રેશભાઇ બલદાનિયા દ્વારા લાઠી તાલુકાની વિવિધ શાળા તેમજ આંગણવાડી ના ૧૬૦ થી વધારે બાળકોની તબીબી તપાસ કરવા મા આવી હતી.  શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ મા તેમજ શાળા આરોગ્ય તપાસણી સંદર્ભ સેવા કેમ્પ મા આંખ ના નંબર ની ચકાસણી કરી દ્રષ્ટિ ખામી, ચશ્માં ની જરૂરિયાત વાળા તમામ બાળકો ને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવશે. તેમજ વધુ સારવાર ની જરૂરીયાત વાળા બાળકો ને વિનામૂલ્યે સુપર સ્પેશિયાલિટી સારવાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.