Abtak Media Google News

દિન પ્રતિદિન વધી રહેલા પશુઓમાં લમ્પી વાયરસે પશુ પાલકોને ચિંતામાં મૂકી દીધા છે. રાજકોટ શહરેના 5 જેટલા પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા વેક્સીનેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અંદાજે 20 હજાર પશુઓને આ અંગે રસી આપવાનું આયોજન હાથ ધરેલ છે. પશુમાં જોવા મળતો લમ્પી વાયરસ રાજકોટમાં જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં 5 જેટલા પશુમાં આ લમ્પી વાયસર જોવા મળતા તંત્ર દોડતું થયું છે.

લમ્પી વાયરસ જોવા મળતા પશુ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરી વિસ્તારમાં પશુઓને આજથી વેકસીન આપવાની શરૂઆત કરાઈ છે. રાજકોટ શહેરમાં અંદાજે 20 હજાર પશુઓને આપવામાં આવશે આ વેકસીન જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેકસીન આપવાનું શરૂ કરાયું છે. લમ્પી વાઇરસ સામે રક્ષણ મેળવવવા માટે વેકસીનેશન હાથ ધરાશે. શહેરના કેવડાવાડી અને રૈયાધારમાં વાઇરસ જોવા મળ્યો હતો.રાજકોટ ગ્રામ્ય બાદ શહેરમાં પણ લમ્પી વાઇરસ દેખા દેતા પશુ પાલકો ચિંતામાં મુકાયાં છે અને તંત્ર જાગૃત બન્યું છે.લમ્પી વાઈરસને લઈને માલધારીઓ જાગૃત થયાં છે અને ચેપી ગ્રસ્ત પશુઓને રસીકરણ કરાવી આ રોગને નાથવા સહકાર આપી રહયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.