Abtak Media Google News

મેષએ નવી શરૂઆતની રાશિ છે એક સાથે ચાર ગ્રહોની યુતિ મેષમાં ઘણી નવી શરૂઆત આપે છે પરંતુ ચંદ્ર ગ્રહણ 5 મે, 2023 હોવાથી આગામી દિવસોમાં માનસિક સ્વસ્થતા જાળવવી વધુ જરૂરી બનશે. બસપાના સુપ્રીમો માયાવતી કાયદાકીય ચુંગાલ માં ફસાતા જાય છે હાલ તેમને બુધમાં રાહુની દશા ચાલુ છે અને તેમને જન્મનો રાહુ વૃશ્ચિકનો છે જે તેમને કાયદાકીય બાબતોમાં આગળના સમયમાં પરેશાન કરી શકે છે.

બુધ વ્યાપાર વાણિજ્ય આયાત નિકાસ શેરબજાર બેન્ક દર્શાવે છે. બુધ આવક જાવકનો હિસાબ છે, બુધ ટેક્સ છે, વેરો છે. જયારે સૂર્ય એટલે કે સરકાર બુધ પાસે આવે છે ત્યારે તે વહીવટનો હિસાબ માંગે છે માટે આ સમયમાં ટેક્સ બાબતે સરકાર સખ્તાઈ કરતી જોવા મળે અને કરચોરી સામે પગલાં લેવાતા જોવા મળે અને સર્વે તથા રેઇડ સક્રિય રીતે થતા જોવા મળે.

વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યા છે અને યુક્રેન રશિયા વચ્ચે તંગદિલી વધી રહી છે જેની અસર વિશ્વના મોટા ભાગના દેશો પર આવી શકે તેમ છે અને આગામી દિવસોમાં આ યુદ્ધ વકરે તો સમગ્ર વિશ્વએ તેના ખરાબ પરિણામ ભોગવવાનો વખત આવી શકે છે. મેષમાં સૂર્ય રાહુ સાથે અહંનો ટકરાવ દર્શાવે છે સૂર્ય બુધ વાટાઘાટ બતાવે છે પણ સૂર્ય રાહુ બુધ અને ગુરુ સાથે હોવા થી ઝડપથી પરિણામ આવતું જોવા ના મળે. રાજા સૂર્ય બુધ ગુરુ અને રાહુ સાથે મેષ માં થી પસાર થઇ રહ્યા છે.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.