આ તારીખે શુક્ર મહારાજ કરશે કર્ક રાશિમાં પ્રવેશ, જાણો જ્યોતિષ પાસેથી શું થશે અસર ??

ગોચર ગ્રહોની વાત કરીએ તો આગામી તા.૨૯ મેના રોજ શુક્ર મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં મંગળ સાથે યુતિ માં આવશે. કર્કમાં મંગળ શુક્ર સાથે આવવાથી ઘરેલુ હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સની ઘટનામાં વૃદ્ધિ થશે અને હાઈ પ્રોફાઈલ લોકોના આ પ્રકારના જગડા પ્રકાશમાં આવતા જોવા મળશે વળી આ સમયમાં સ્ત્રીઓ સાથે જબરદસ્તી અને દુર્વ્યવ્હારની ઘટનાઓ પણ સામે આવશે.

જાહેરજીવનના કેટલાક વ્યક્તિઓ પણ સ્ત્રીઓ સાથે દુર્વ્યવ્હારને લઈને સમાચારમાં આવશે. મંગળ શુક્રના સાથે હોવાથી લોકોની ભૌતિકતા તરફની દોડ વધતી જોવા મળશે અને ખાસ શરીર પર ચોક્કસ ચિહ્નો કે આકૃતિ બનાવવાનો શોખ પણ વધતો જોવા મળશે.

જયારે જન્મકુંડળીમાં બુધ વિશિષ્ઠ અવસ્થામાં હોય ત્યારે વ્યક્તિને બાળક કૈક એવું કહી જાય કે જો તે જીવનમાં ઉતારી શકે તો જીવન સારી દિશામાં જઈ શકે. બુધ એ બાળક છે માટે યુનિવર્સ બાળકના મોં એ થી એવી વાત બોલાવે કે જેના વિષે વિચારવામાં આવે અને ફેરફાર કરવામાં આવે તો જીવનમાં સાચા ધ્યેય તરફ વળી શકાય છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ —