Abtak Media Google News

ઉચ્ચશિક્ષણની કેટેગરીમાં M.B.B.S અને તેની સમક્ક્ષ ડિગ્રીને ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્રના નવા નિયમો અનુસરની એડમિશન પ્રક્રિયા બાદ દેશભરની ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓમાં M.B.B.S અને ડેન્ટલમાં 50% થી પણ વધુ સીટો ખાલી પડી છે ત્યારે આ મહત્વના શિક્ષણાભ્યાસનું ભવિષ્ય શું હશે તો પ્રશ્ન થયા વગર રહતો નથી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ ચાલુ વર્ષમાં એડમિશન પ્રક્રિયામાં સીટ બાબતે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા જે 28 ઓગષ્ટ સાંજે 5 વાગ્યાથી પ્રક્રિયા બંધ કરવામાં આવશે તેમજ 31 ઓગશથી પ્રવેશ પ્રક્રિયા સમાપ્ત થવાની છે ત્યારે જો 50%થી પણ વધુ સીટો ખાલી રહેલી હોય ત્યાં એડમિશન માટેનો અને દેશની ભવિષ્ય માટેનો એક જળહળતો પ્રશ્ન સરકાર સમક્ષ ઊભો થાય છે.

આ બાબતે ડાઇરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વીસિસ ( DGHS )ને હોમ મિનિસ્ટરી દ્વારા વધુ વિચારવિમર્થ કરવાનું સૂચવવામાં આવ્યું છે. ત્યારે સરકારી કોલેજોમાં પણ 15% સીટો આ નિયમ અંતર્ગત ખાલી પડી છે. જો આ નિયમ પર વિચારવિમર્થ કરી અને કાયદાકીય ફેરફાર કરવામાં નહીંઆવે ટો અંદાજિત 12,000 જેટલી સીટ ખાલી પડી રહેશે. ત્યારે ભૂતકાળમાં માંગે તેટલા રૂપિયા આપીને પણ સીટ ખરીદવામાં આવતી હતી પરંતુ આ વર્ષે ખાનગી કોલેજોની M.B.B.S માટેની 50% અને ડેન્ટલ માટે 85% કરતાં પણ વડુ સીટ ખાલી પડી છે. જેનું કારણ માત્ર નવો નિયમ છે જો એમાં સમયસર કાયદાકીય ફેરફાર કરવામાં નહીં આવે તો કદાચ દેશનો શૈક્ષણિક દર પણ તેનાથી પ્રભાવિત થયા વગર રહેશે નહીં…!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.