Abtak Media Google News

Img 20180805 Wa0077રાજ્યમાં મા વાત્સલ્ય કાર્ડ યોજના હેઠળ ૬૪.૦૬ લાખ પરિવારો આવરી લેવાયા છે: રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ ૧૨.૧૦ લાખ વ્યક્તિઓને રૂ. ૧૭૧ અબજની સહાય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જનતાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારના ગરીબ, વંચિત, પીડિત અને જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારોના આરોગ્ય સહિત સર્વાંગી સુવિધાના કામો માટે જનસેવા યજ્ઞ માટે આહવાન કર્યું છે.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકપ્રતિનિધિનું એ સમાજ દાયિત્ય બને છે કે પોતાના મતવિસ્તારના પ્રત્યેક વ્યક્તિના દુ:ખ દર્દ માટે તેની પડખે આપ્તજન બનીને ઊભા રહે, જેી સમાજના છેવાડાના માનવીના જીવનમાં સુખનો સૂરજ ઉગશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્િિતમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા આયોજિત આરોગ્ય વિષયક રાજ્યની સર્વશ્રેષ્ઠ મા કાર્ડ યોજના હેઠળ ૫૦૦૦ જેટલા લાર્ભાીઓને મા કાર્ડનું વિતરણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા શહેરના વોર્ડ નં. ૧૬માં કાર્યકરો દ્વારા ૫૦૦૦ જેટલા લાર્ભાીઓને શોધીને તમામ જરૂરિયાતમંદ લાર્ભાીઓના મા કાર્ડ બનાવવામાં આવ્યા છે. જે સમગ્ર રાજ્યમાં વિક્રમજનક ઘટના છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ નાર છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યના પાત્રતા ધરાવતા તમામ પરિવારોને આવરી લેવામાં આવશે.

આ સરકાર ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતોની સરકાર છે તેમ જણાવતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે સમાજના છેવાડાના માનવીને આરોગ્યની સુરક્ષા અને સુવિધા પુરી પાડવા માટે અમલી મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજના ગરીબો માટે આર્શીવાદરૂપ સાબિત ઇ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ગરીબો અને જરૂરિયાતમંદો ગામડાઓ, ખેડૂતો-મહિલાઓ યુવાઓને પ્રાધાન્ય આપીને યોજનાઓ બનાવી છે જેને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં સરકારના વિભાગો પ્રતિબદ્ધ બન્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની લગ્ન પ્રસંગે રાહત દરે એસટી બસ સેવા, અકસ્માતમાં ધવાયેલા લોકો માટે ખાનગી/સરકારી હોસ્પિટલોમાં રૂપિયા ૫૦ હજારની ત્વરિત સહાય જેવી યોજનાઓની વિશદ છણાવટ કરી હતી.ગુ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યની સંવેદનશીલ સરકારે ગુજરાતની સાડા છ કરોડ જનતા ઉપરાંત જીવમાત્રની ચિંતા કરી છે. પશુઓની સારવાર માટે સરકારે કરૂણા અભિયાન ઉપાડ્યું છે. એટલું જ નહીં પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૯૬૨ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પશુ સારવાર કેમ્પો મારફત કરોડો મુંગા પશુઓની સેવા   કરવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબને ગરીબોના આંસુ લૂછવાના ઉત્તમ સેવા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સત્તાનો ઉપયોગ સામાજિક અને ગરીબોના ઉત્કર્ષ માટે કર્યો છે જે દિશાદર્શક બની રહેશે તેમ જણાવ્યું છે.

વડોદરા જિલ્લામાં આ યોજના હેઠળ ૨,૯૮,૩૩૫ પરિવારના ૧૫ લાખ લોકોને આવરી લીધા છે. જે પૈકી ૭૨૭૪૦ વ્યક્તિઓએ યોજનાનો લાભ લીધો છે. જેની પાછળ રાજ્ય સરકારે રૂા. ૧૧૭ કરોડનો ખર્ચ કર્યો છે. વડોદરા શહેર જિલ્લામાં યોજનાના અમલ માટે ૨૩ જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં માન્યતા આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોઇપણ પરિવાર વંચિત રહેશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.

પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે સિનિયર સિટીઝન્સની પણ ચિંતા કરી પાંચ લાખ સુધીની આવક ધરાવતા સિનિયર સિટીઝન્સને પણ મા વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે. પગના ધૂંટણના ઓપરેશન માટે રાજ્ય સરકાર રૂા. ૮૦ હજારની સહાય કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

પટેલે જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાજ્યમાં મેડિકલની બેઠકોમાં પણ વધી છે. રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પોતાના વિસ્તારમાં માનવસેવાનું અદકેરૂ કામ કરી સૌના સા સૌના વિકાસના મંત્રને સાચા ર્અમાં ચરિર્તા કરી સામાજિક સમસરતાનો અનોખો સંદેશો પહોંચાડ્યો છે. જે અભિનંદનીય છે તેમ પટેલે ઉમેર્યું હતું.

પ્રારંભમાં સૌનો આવકાર કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, ગત ઉનાળાના આકરા તાપ-ગરમીમાં ફેન ક્લબના કાર્યકરોએ રાત-દિવસ મહેનત કરી ૪૦ દિવસ સુધી વોર્ડ નં. ૧૬માં ૨૦ સેન્ટર દ્વારા ગરીબો-વંચિતોના ૫૦૦૦ પરિવારોના મા કાર્ડ તૈયાર કરવાની કામગીરી કરી છે. જેનાી ૨૦૦૦૦ જેટલા કુટુંબના સભ્યોને આરોગ્ય સુરક્ષા કવચ પ્રાપ્ત યું છે.

ત્રિવેદીએ ઉમેર્યું કે, અગાઉ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ૧૦૦૦ મા કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ૫૦૦૦ મા કાર્ડ તૈયાર કરીને સમગ્ર રાજ્યમાં વિક્રમજનક કામગીરી કરી છે. તેમણે ફેન ક્લબના સૌ કાર્યકરોને માનવસેવાના આ ઉમદા કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ, મેયર શ્રીમતી જિગીષાબેન શેઠ, ધારાસભ્યો જીતુભાઇ સુખડિયા, યોગેશ પટેલ, શ્રીમતી મનીષાબહેન વકીલ, શ્રીમતી સીમાબહેન મોહિલે, મધુભાઇ શ્રીવાસ્તવ, શૈલેષ મહેતા, ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, કોર્પોરેટરશ્રીઓ, રાજેન્દ્રભાઇ ત્રિવેદી ફેન ક્લબના સભ્યો, અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, નગરજનો અને લાર્ભાીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.