Abtak Media Google News

વિજયાદશમીનું પર્વ એટલે આશુરી શક્તિનો નાશ વિ.હિ.પ. – બજરંગદળ – દુર્ગાવાહીની દ્વારા વર્ષોથી રાક્ષ્ાસદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉચામાં ઉચા રાક્ષ્ાસ રૂપી રાવણના પુતળા બની રહયાં છે. આગામી તા.ર4/10/ર0ર3 ને મંગળવારના રોજ રેસકોર્ષ મેદાન ખાતે સાંજે 7-00 કલાકે રાક્ષ્ાસોના 3 પુતળાનું દહન કરાશે તથા ભવ્ય આતશબાજી કરવામાં આવશે.

રાક્ષ્ાસ રૂપી રાવણ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે આકાશમાં નયન રમ્ય રંગોળી રચાશે. આ વર્ષે ખાસ શીવાકાશી તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે ર6ર રંગીન ફેન્સી શોટ, રરપ રંગીન મલ્ટી મ્યુઝીક લાઈટ શોટ, 1ર0 મ્યુઝીકલ કલર શોટ, 100 મલ્ટી મ્યુઝીકલ કલર શોટ, 100 કલરફુલ શોટ, 7પ મ્યુઝીકલ ફેન્સી કલર શોટ, પ0 ફેન્સી સાયરીંગ મ્યુઝીક શોટ તેમજ રપ00 ફુટ ઉંચાઈએ ફુટી શકે એવા હેવી શોટ જેમાં મીરચી હેવી શોટ, થોર આતશબાજી શોટ,  રેડ રીવેરી, ક્રિસ્ટોન હેવી શોટ, ગદર ફલાય શોટ, તિરંગાના કલર રચતા સ્કાય શોટસ વિગેરે ની આતશબાજી જોઈને બાળકો સહિત મોટેરા તમામ પુલકીત થઈને ઉઠશે. બાળકોની ઉત્સાહભરી કીલકારીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠશે. દર વર્ષે પ્રજાજનો સ્વયંભૂ રીતે જ પૂતળાદહન અને આતશબાજી જોવા માટે ઉમટી પડે છે. તેમજ આ વર્ષે લેસર લાઈટ શોના અદભૂત દ્રશ્યો જેમાં ફોગીગ દ્વારા લેસર શો કરવામાં આવશે. તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્બીનેશન કરી આ લેસર શો યોજાશે.

આ સમગ્ર આયોજનમાં રાજકોટની ધર્મપ્રેમી હિન્દુ સમાજને લાભ લેવા વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ્ા શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ્ા હસુભાઈ ચંદારાણા તથા કોષાધ્યક્ષ્ા વિનુભાઈ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવુ વિ.હિ.પ. સૌરાષ્ટ્ર પ્રાંતના શ્રી નિતેશભાઈ કથીરીયાની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.