Abtak Media Google News

અનેક મકાનોમાં તિરાડો પડી : સદનસીબે કોઈ જાનહાની નહીં

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આજે એટલે કે રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.0 હતી, જ્યારે તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે આ ભૂકંપ સવારે 2.38 વાગ્યે આવ્યો હતો. તેની તીવ્રતાએ ગૌટેંગ પ્રાંતની ઘણી ઇમારતોને હચમચાવી દીધી, અહીં જણાવી દઇએ કે તે જોહાનિસબર્ગમાં સ્થિત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Advertisement

જોહાનિસબર્ગના રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર ક્ષતિગ્રસ્ત દિવાલોના ફોટા શેર કર્યા છે. જો કે, ઈમરજન્સી સેવા વિભાગે કહ્યું કે હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. તેમણે કહ્યું કે ઘટના સ્થળે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તૈનાત છે.

તે જ સમયે, જોહાનિસબર્ગ કટોકટી સેવાઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આફ્ટરશોક્સથી સાવચેત રહેવું જોઈએ, (કારણ કે) તે પ્રારંભિક ભૂકંપ કરતાં વધુ જોખમી હોઈ શકે છે. આ “ભૂકંપ”નું કેન્દ્ર જોહાનિસબર્ગથી લગભગ 20 કિલોમીટર પૂર્વમાં સ્થિત એક નાનકડા શહેર બોક્સબર્ગમાં આવ્યું છે.

જીયોલોજીકલ સર્વે અનુસાર, ભૂકંપના આંચકા માત્ર જોહાનિસબર્ગમાં જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા છે, જેના કારણે ઘણા મકાનોમાં તિરાડો પણ પડી ગઈ છે, જોકે આનાથી કોઈ નુકસાન થયું નથી. લોકો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.