Abtak Media Google News

નાગપુરમાં સોમવારથી એક અઠવાડિયું લોકડાઉન

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ભયંકર બની રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને સરકારે નાગપુરમાં એક અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. ગુરુવારે આની જાહેરાત કરતા મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિન રાઉતે કહ્યું કે 15 થી 21 માર્ચ સુધી શહેરમાં સંપૂર્ણ લોકડાઉન થશે. આ સમય દરમિયાન, કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા સિવાય સિવાય કોઈને પણ રજા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને ગઈકાલે જાહેર કર્યું હતું કે 20 થી 40 વર્ષની વય જૂથની મહિલાઓ અને લોકોમાં કોરોનાના નવા કેસ આવી રહ્યા છે. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રાધાકૃષ્ણન બીએ પણ કહ્યું હતું કે લોકો રોગચાળાને હળવાશથી લઈ રહ્યા છે.  તેમની મદદ વિના અમે આ રોગચાળાને કાબૂમાં કરી શકતા નથી, સરકારે બધી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે, અમે નથી ઇચ્છતા કે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવે, પરંતુ જો પરિસ્થિતિ ખરાબ હોય તો તો પછી અમે લોકડાઉન જાહેર કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે કોરોનાથી અનેક શહેરોની સ્થિતિ ફરી ખરાબ થઈ રહી છે. એક સમયે સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં આવ્યું હતું. જે હટાવી દેવાયા બાદ લોકોએ માંડ હાશકારાનો અનુભવ કર્યો હતો. તેવામાં ફરી નાગપુરમાં લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. આ જાહેરાત અન્ય શહેરો માટે પણ ચેતવણી સમાન છે. જો બીજા શહેરોમાં પણ કોરોનાના કેસો વધશે તો ત્યાં પણ લોકડાઉન અમલમાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

મહારાષ્ટ્ર કોરોનાનું એપી સેન્ટર : હાલ 99 હજાર એક્ટિવ કેસ

મહારાષ્ટ્રમાં  કોરોનાના નવા 13,659 કેસ નોંધાયા હતા અને 54 દરદીના મોત થયા  હતા. જ્યારે 9913 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ  અપાયા હતા. અને રાજ્યમા  કોરોનાના 99,008 દર્દી સક્રિય છે.  એટલે કે  આ દર્દી વિવિધ હોસ્પિટલોમાં  સારવાર લઈ રહ્યા છે,  એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું  હતું. મહારાષ્ટ્રમાં ગઈકાલ સુધી 1 કરોડ 71 લાખ 15 હજાર 534  લોકોના કોરોના ટેસ્ટ  કરાયા હતા. આમાંથી અત્યાર  સુધી 22,52,057  કોરોનાના પોઝીટીવ  દરદી  મળી આવ્યા  હતા એટલે દર્દીનું પ્રમાણ  રાજ્યમાં 13.16  ટકા છે.  અને મરણાંક 52,610 થયો છે. આથી દરદીનું મરણાંક પ્રમાણ 2.34 ટકા થયું છે.જ્યારે રાજ્યમાં  કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 93.21 ટકા છે. એટલે કે આજ દિન સુધી 20,99,207 દર્દી કોરોનાથી મુક્ત બન્યા છે. આ સિવાય રાજ્યમાં  4,71,187 દર્દી હોમ  કવોરન્ટીન છે અમે  4,244 દરદી સંસ્થાત્મક  ક્વોરન્ટીન  છે.મુંબઈમાં કોરોનાના કેસમાં કૂબ જ ઉછાળો આવ્યો છે  આજે નવા 1539 કેસ નોંધાયા છે. અને પાંચ દરદીનાં મોત  થયા હતા.   આથી  મુંબઈમાં અત્યાર સુધી  કોરોનાના 3,37,134 દરદી નોંધાયા છે અને 11515 દર્દીનાં મોત થયા છે.  જ્યારે મુંબઈમાં આજ સુધી કોરોનાના 314759 દર્દી કોરોનાથી  મુક્ત થયા છે.  અને શહેરમાં  9973  દર્દી વિવિધ હોસ્પિટલમાં  સારવાર લઈ રહ્યા  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.