Abtak Media Google News

આઠથી દસ દિવસમાં જો કોરોના વાયરસનું સંક્રમણ અટકશે નહીં તો આંશિક લોકડાઉન લાદવા મંત્રી અસલમ શૈખનું નિવેદન

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો રાફડો ફાટ્યો છે.નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે. કોરોના સંક્રમણ પર શિકંજો કસવા માટે અનેક જગ્યાઓ પર લોકડાઉનનો નિર્ણય કરાયો છે. ગઈકાલે થાણેમાં લોકડાઉનની જાહેરાત બાદ જલગાંવમાં પણ 3 દિવસ માટે જનતા કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. હવે આખા મુંબઈમાં આંશિક લોકડાઉન તોળાઈ રહ્યું છે. અત્યારે કેસ 142 દિવસની સર્વોચ્ચ સપાટીએ છે.

ગાર્ડિયન મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે, જો કેસ કાબુમાં નહિ આવે તો આખા મુંબઈમાં આંશિક લોકડાઉન થશે. વર્તમાન સમયે કેસ 131 દિવસના હાઈ ઉપર છે.તાજેતરમાં નાસિકમાં રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જલગાંવમાં 12થી 14 માર્ચ સુધી જનતા કરફ્યૂ લાગૂ રહેશે. જલગાંવના જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જાહેર કરી કહ્યું કે ઈમર્જન્સી સેવાઓને બાદ કરતા અહીં બધુ જ બંધ રહેશે, આ અગાઉ મંગળવારે થાણેમાં તંત્રએ જિલ્લાના 11 હોટ્સપોટ વિસ્તારોમાં 13 થી 31 માર્ચ સુધી લોકડાઉન ની જાહેરાત કરી દીધી છે.

રસીકરણ માટે તમામ જોર લગાડી દીધું

કોરોનાના કેસ વધતાની સાથે સાથ રસીકરણ માટે મહારાષ્ટ્ર સરકારે તમામ જોર લગાડી દીધું છે. મુંબઈમાં રસીકરણ માટે પ્રારંભિક તબક્કે 70 અને ત્યારબાદ 100 કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સવારે 7થી બપોરે 2 અને બપોરે 2થી 10 દરમિયાન પણ રસીકરણ ચાલુ રહેશે. અત્યાર સુધીમાં મુંબઈના 60 કેન્દ્રોમાં 37 હજારથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.

2 લાખ એક્ટિવ કેસ ચિંતાનો વિષય

વર્તમાન સમયે વધી રહેલા કોરોનાના કેસના કારણે સરકાર ચિંતિત છે. આગામી એપ્રિલ મહિનામાં બે લાખ થઈ જશે તેવી દહેશત સેવાઇ રહી છે. કેન્દ્રની ટીમમાં પૃથ્થકરણ માટે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વર્તમાન સમયે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં શરતી લોકડાઉન તો અમલી થઇ ચૂક્યું છે. હવે મુંબઈમાં પણ આંશિક લોકડાઉન થવાના સંકેતો મળી રહ્યા છે.

કેસ વધે નહીં તે માટે સરકાર ઊંધા માથે

કોરોના વાયરસના કેસ વધે નહીં તે માટે રાજ્ય સરકાર 214 ઊંધામાથે થઈ છે. રાજ્યમાં કોરોનાના કારણે મોતની સંખ્યા આસમાને હતી હવે ઘટાડવા માટે લોકો માસ પહેરે તે માટે દંડની તીવ્રતા વધારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.