Abtak Media Google News

કોરોના વાયરસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટીલેટરની કિમંત રૂા.૧૦ લાખ સુધીની હોવાથી ખાનગી કંપની સસ્તા વેન્ટીલેટર બનાવશે

કોરોના વાયરસથી સંક્રમીત દર્દીને સારવાર માટે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવે છે. વર્તમાન સમયે ભારતમાં વેન્ટીલેટરની સંખ્યા દર્દીના પ્રમાણમાં ઓછી છે. અધુરામાં પૂરૂ જો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધે તો વેન્ટીલેટરની ખૂબજ અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતની ટોચની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી સમયમાં ૭૫૦૦ રૂપીયામાં વેન્ટીલેટર પૂરા પાડશે. હાલ વેન્ટીલેટરની કિમંત રૂા.૧૦ લાખ રૂપીયાથી વધુ આંકવામાં આવે છે. ત્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જાહેર સાહસની બે કંપનીઓ સાથે કામ કરવા જઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સસ્તા વેન્ટીલેટર બેગ વાલ્વ માસ્કના ઓટોમેટેડ વર્ઝન રહેશે સામાન્ય રીતે તેને ‘અંમ્બુબેગ’ તરીકે ઓળખવામાં આવે છે કંપની વર્તમાન સમયે આઈસીયુના સંશાધનોનાં નિર્માણ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે ચર્ચા કરી રહી છે. ૧૦ લાખ રૂપીયા સુધીમાં નિર્માણ પામતા વેન્ટીલેટરની કિમંત ઘટાડી ૭૫૦૦ રૂપીયા નજીક લાવવામાં આવશે.

હાલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના એન્જીનીયરોની ટીમ મોંઘા વેન્ટીલેટરમાં ફેરફાર કરી નવા વેન્ટીલેટરને સસ્તા બનાવવાની વ્યવસ્થા કરી રહી છે. આગામી ત્રણ દિવસમાં બેગ વાલ્વ માસ્ક વેન્ટીલેટરની નવી ડિઝાઈન પણ તૈયાર થઈ જશે આ ડિઝાઈનમાં કોસ્ટ કટીંગ દ્વારા કિંમતમાં ઘટાડો થઈ શકશે.નોધનીય છે કે, કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ દર્દીને શ્ર્વાસ લેવામા તકલીફ પડે છે. દર્દીને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવે છે. જોકે હાલ વેન્ટીલેટરની સંખ્યા ખૂબજ ઓછી છે. આવા સંજોગોમાં સસ્તા દરે વધુને વધુ વેન્ટીલેટરનું નિર્માણ કરવામાં આવે તે ખૂબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.