સ્ટાઇલિશ લુકથી બનાવો રક્ષાબંધનને વધુ સ્પેશિયલ

fashion | life style | latest fashion
fashion | life style | latest fashion

આ રક્ષાબંધનમાં ડિફરન્ટ લુક મેળવવા માટે અજમાવો આ ટિપ્સ 

દેશભરમાં રક્ષાબંધનના પર્વનો ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે ઉત્સવ પહેલા જ લોકો નવા કપડા સિવડાવવા લાગે છે મહિલાઓ જ્યાં સ્ટાઇલિશ ‚પ અપનાવવામાં કોઇ કમી રાખતી નથી તેમ ભાઇ પણ રક્ષાબંધનના તહેવાર પર નવા અંદાજમાં જોવા મળે છે જો તમે પણ આ વર્ષે રક્ષાબંધન પર કંઇક હટકે કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા કામમાં આવી શકે છે જે આ પ્રમાણે છે.

ચમકદાર કુર્તીની સાથે તમે ચુડીદાર પહેરી શકો છો અને તેની ઉપર બાંધણીનો દુપટ્ટો રાખવાથી તમારો લુક સૌથી યુનીક બનશે ઉપરાંત હળવા મેકઅપની સાથે કાનમાં મોટી ઇયરીંગ્સ પણ પહેંરી શકો છો.

ફેશન ડિઝાઇનર અનુસાર, ગ્લેમરસ તેમજ સ્ટાઇલિશ લુક માટે રક્ષાબંધનના દિવસે ચટક તેમજ ભડકીલો રંગ જેવો કે રોયલ બ્લ્યુ, પેરેટ ગ્રીન, ડાર્ક મ‚ન, લાલ અને ડાર્ક ગુલાબી રંગના કપડા પહેરી શકો છો.

શિફોન સાડી અથવા પ્લેન જોર્જટ સાથે કોટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરી શકો છો. તેમજ ભારે ડિઝાઇનવાળા બ્લાઉઝ પહેરવા પર તમારા લુકને બેલેન્સ મળશે.