મામેરાની પરંપરા : આ પ્રથા વર્તમાન સમયમાં કેટલી યથાર્થ?

કથાકાર સિધ્ધરાજભાઈ થરાદની કલમે કુરીવાજો

આપણા દરેક સમાજમાં મામેરાની પ્રથા ( મોસાળું)કરવાની લગભગ દરેક સમાજમાં પ્રથા છે.ખુબ સારીને આ બહાને દિકરીને આપવાની રીત છે. આપણે ત્યાં માત્ર પિતાનો વારસદાર દિકરો છે તેવી દિકરી પણ છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં ભાઈ પાસે દિકરી અથવા તો બાપ પાસે દિકરી

ધન પૈસા કે દોલત પર હક્ક કરી નથી શકતી એટલે એને આપણે મામેરું પૂર્યુ કહેવાય. આપણે ત્યાં પૌરાણિક કથાઓમાં ઈતિહાસમાં પણ વર્ણન છે. જેમ કે કુંવરબાઇ મામેરું જેમણે ભગવાન આવીને મામેરું પૂર્યુ ખુબ સરસ કહેવાય છે. પરંતુ તે સમયમાં આ બધું હતું.

પરંતુ હવે સમાજમાં એક નવી મુશ્કેલી છે. તે એ છે કે દેખાવ વધુ થવા લાગ્યો છે. આજકાલ સમાજમાં ૭૦ લાખ, ૫૦ લાખના મામેરા પુરી રહ્યા છે

આપણા ને તેઓ આપે તેનું દુ:ખ નથી.પરંતુ સમાજમાં એક એવી અફવા ફેલાય છે કે આપણે ફલાણા ભાઈના કરતા વધારે મામેરુ કરવું છે.હવે તમે કલ્પના કરો કે કદાચ તમે ધનવાન હોય પૈસાદાર હોય કરી શકો? પરંતુ કોઇ બિચારો ગરીબ બાપ હોય  ગરીબભાઈ હોય તો માન અને મોભો તો સરખો હોય છે .. દરેક ને સન્માન ને માન ને મોભો તો મળવો જોઈએ. પરંતુ જે ગરીબ મામેરું ઓછું કરે એટલે ત્યાં ઉભેલા લોકો કહે કે મામેરું તો બસ બે લાખનુ જ લાયુ ?  તો પેલા ગરીબ બાપ ને કેટલું દુ:ખ લાગ્યું હશે.

મહેરબાની કરી ને તમે દિકરી ને આપો પરંતુ જાહેર માં નહીં..મેં તો એટલા સુધી જોયું છે મામેરામાં લાખો આપે છે બીજા ને સારું દેખાડવા પછી. બહેન ને મળવા જાય ત્યારે સો રૂપિયા પણ આપતો નથી..

આ એક વ્યવસ્થા હતી એક સમયમાં

પરંતુ આજે મામેરું  કરોડ સુધી પહોંચ્યું છે આ એક દુ:ખદ વાત છે આવનારા સમય માં આ પરિસ્થિતિ ભયંકર બનશે. મામેરામાં ગરીબ ભાઈ ઓછા પૈસા આપતા મામેરા ને વધાવ્યું નહોતું ને આપધાત સુધી ના સમાજ માં અગાઉ કિસ્સા બનેલા છે…એના માટે બધા સમાજ એક બંધારણ કરે ..બીજી એક વાત જે માણસ જાહેરમાં એકલાખ થી વધારે મામેરું પુરે એના પર સમાજ કાયદાકીય કાર્યવાહી કરે..જ્યારે મામેરું પુરાય ત્યારે ગામના આગેવાન પણ હાજર હોય છે તેઓ કેમ ટકોર નથી કરતા ?અથવા તો એના વખાણ ન કરવા પરંતુ ટીકાઓ કરવી તો આવનારા સમયમાં વધુ સારું રહેશે ને સંતાનો પણ સુખી રહેશે. જેને ભગવાને વધુ ધન આપ્યું હોય તો થોડું દિકરી ને આપો..થોડું ગરીબ ઝુંપડી માં રહેતા હોય એને આપો..થોડું શિક્ષણક્ષેત્રમાં આપો..

થોડું ગૌશાળા માં આપો..ને જેને કરોડો રુપિયા મામેરામાં આપવા હોય તે બહેન ને એકલી બોલાવી ને ભાઈએ પોતાની બહેન ને  ઘરના ખુણે આપી દેવા.