Abtak Media Google News

યુવકના ન્યુડ ફોટા મોબાઈલમાં આવતા યુવતીએ આપઘાત કર્યાનું દિલ્હી એસ.પી.રાકેશ અસ્થાના નામે ધમકાવતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનું ખૂલ્યું

સાયબર ક્રાઈમનો અનેક ભોગ બની રહ્યા છે. યુવકોને  મોબાઈલમાં  યુવતીઓ દ્વારા ઉતેજીત વાર્તાલાપ કરી ન્યુડ  ફોટા મેળવી મોટી રકમ પડાવવા માટે બ્લેક મેઈલીંગ  કરવામાં આવે છે. માણાવદરના  શ્રમજીવી  પરિવારના યુવાનના  ન્યુડ ફોટા મેળવ્યાં બાદ પોલીસમાં ફરિયાદ કર્યાની અને દિલ્હી એસ.પી. રાકેશ આસ્થાના નામે મોબાઈલમાં વાત કરી ધમકાવતા ડરી ગયેલા યુવાને  આપઘાત  કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

માણાવદરમાં રહેતા એક શ્રમિક પરિવારના 23 વર્ષીય યુવકે સાયબર ક્રાઈમનો શિકાર બન્યા બાદ બિભત્સ વિડીયો અને અવાર નવાર અપાતી ધમકીઓથી ડરીને આત્મહત્યા કરી લીધાની સનસનીખેજ બનાવ પોલીસ દફ્તરે નોંધાયો છે.

વિગતો મુજબ માણાવદરમાં દડવા પ્લોટ વિસ્તારમાં રહેતા અમિત ભાણજીભાઈ રાઠોડ ઉ.23 નામના યુવકે તા.18 ના રોજ અહીના મનસુખભાઈ હિંગરાજીયાની વાડીના ગોડાઉનમાં લોખંડની એંગલ સાથે ગળેાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસે અને પરિવારે તપાસ શરુ કરી હતી, તો એવું જાણવા મળ્યું કે, અમિતના મોબાઇલમાં અલગ અલગ પાંચ મોબાઈલ નંબરમાંથી ફોન અને મેસેજો આવ્યા હતા. જેમાં એક અજાણ્યા શખ્સઅમિતને ફોન કરીને કહેલું કે, હું દિલ્હીથી એસપી રાકેશ અસ્થાના બોલું છુ, અને સોશિયલ મીડિયા મારફ્ત અમિતનો નગ્ન વિડીયો ઉતારીને તે વિડીયો વોટ્સઅપમાં મોકલીને પોલીસ ફરિયાદ કરવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી એક બનાવટી એફઆઈઆરની કોપી પણ મોકલી હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ આ ધમકીઓથી ડરીને અજાણ્યા શખ્સ જણાવેલ બેંક એકાઉન્ટમાં અમિતે બે વખત પૈસા ટ્રાન્સફર કરીને કુલ 48,500  મોકલ્યા હતા.

ત્યાર બાદ ફરીથી કોલ કરીને જણાવ્યું કે, તારા કારણે અહી દિલ્હીમાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે, તેના કેસમાં ફ્સાવી દેવાની ધમકીઓ આપતા અંતે ડરીને અમિતે ગળાંસો ખાઈને આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું, જયારે બપોરના 12.30 થી 2.30 વાગ્યાની વચ્ચે અમિતે આપઘાત કર્યો અને તેના મૃતદેહને લઈને આવ્યા ત્યારે બપોરે 3.14 મિનિટે ફરીથી અજાણ્યા શખ્સ અમિતને ફોન કરીને ધમકીઓ આપતા તેના પિતા ભાણજીભાઈએ ગામના સરપંચને વાત કરી હતી. ગામના સરપંચે આ અમિતના મોબાઈલમાં આવેલા અજાણ્યા શખ્સ સાથે વાત કરતા તેમાં પણ તે શખસ પોતે દિલ્હીનો એસપી હોવાનું કહીને અહી એક યુવતીએ અમિતના કારણે આત્મહત્યા કરી લીધાનું જણાવતા ફોન કાપી નાખ્યો હતો. અંતે આ સમગ્ર મામલે ભાણજીભાઈએ બાંટવા પોલીસમાં અમિતના મોબાઈલમાં આવેલા પાંચ અલગ અલગ મોબાઈલ નંબરના ધારકો સામે તેમના પુત્રને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.