Abtak Media Google News

આરોગ્ય વિભાગ અને જીલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઘોર નીંદ્રામાં

સાબરકાંઠા જીલ્લાના ઈડર અને વડાલી શહેરમાં આ ઉનાળાની ઋતુમાં બિલાડીની ટોપની જેમ ઠેર ઠેર રસ સેન્ટરો  ધમધમી રહ્યા છે આ રસ સેન્ટરો પર મળતો કેરીનો રસ જે ખરેખર લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે તેનું મુખ્ય કારણ એ છેકે કેરીના રસમાં સેક્રીન, કલર,વધુ પડતો બરફ,પાણી અને કેરી તો નહીવત પ્રમાણમાં જોવા મળે છે પરંતુ પપૈયાનો પણ ભરપુર ઉપયોગ કરતાં હોય તેવું લાગી રહ્યું છે તેમાં પણ કયાક બગડેલી કેરીનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.

જેના કારણે લોકો આ ગરમીના મોસમમાં ઠંડા પીણાંમાં કેરીનો તાજો રસ સમજીને પીતા હોય છે પરંતુ જયારે વધુ પડતો આવો બનાવટી રસ પીવાથી ગળું તો ખરાબ થાય છે અને સાથે સાથે લોકો વધુને વધુ બીમાર પડતાં હોય છે કેટલાક કિસ્સાઓમાં ગંભીર બિમારીઓ પઢ થતી હોય છે.

ત્યારે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય વિભાગ,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આવા બનાવટી કેરીના રસ સેન્ટરો પર જઈને સેમ્પલ કયારે લેશે અને ઈડર અને વડાલીના નગરજનોના આરોગ્યને કોઈ ખતરો ન રહે અને શુદ્ધ તાજો કેરીનો રસ મળી રહે તેની ચિંતા કયારે કરશે આ મામલે સાબરકાંઠા જીલ્લાનું આરોગ્ય વિભાગ અને ખોરાક,ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી રસના સેમ્પલ લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોય તેવા કેરીના રસના સેન્ટરો પર કાર્યવાહી થવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.