Abtak Media Google News

‘આઝાદી સે અંત્યોદય તક’ 90 દિવસીય ઝુંબેશ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ: રાજયના 4 જિલ્લા પૈકી રાજકોટની પસંદગી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા વિવિધ અભિયાનો હાલ ચાલી  રહ્યા  છે . સરકાર દ્વારા ભારતમાં કુલ 75 જિલ્લાઓ પૈકી ગુજરાતના 4 જિલ્લાઓ ” આઝાદી સે અંત્યોદય તક ” – દિવસીય ઝુબેશ હેઠળ રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.

Whatsapp Image 2022 05 19 At 5.12.28 Pm

જે સબબ રાજકોટ જિલ્લામાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચી શકે તે માટે લા કલેકટર  અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી . ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ આઝાદીથી અંત્યોદયની વિડિયો કોન્ફરન્સમાં કલેકટર અરૂણ મહેશ બાબુ જોડાયા હતા

રાજકોટ જિલ્લામાં આઝાદીને લઈને અનેક ફ્રીડમ ફાઇટર્સ દ્વારા નોંધનીય પ્રદાન આપવામાં આવ્યું હોઈ રાજકોટ જિલ્લાની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવી કલેકટરએ રાજકોટ જિલ્લામાં ખેતી પશુપાલન , આરોગ્ય બેંકિંગ , સહીતના વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને લાભ મળી રહે તે માટે સૂચના આપી હતી.

Whatsapp Image 2022 05 19 At 5.11.18 Pm

ખાસ કરીને વેક્સિનેશન , જનધન , આંગણવાડી , કિશાન ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દે વધુને વધુ લોકો સુધી પહોંચાડવા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી , નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર , ના ગ્રામ વિકાસ એજન્સી નિયામક  એન . આર . ધાધલ , જિલ્લા આયોજન અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી મેહુલગિરી ગોસ્વામી , ડેપ્યુટી લેબર કમિશનર  એન.એમ.ગામેતી , વિવિધ બેંકના ઈધકારીઓ સહિતનાં વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.